રાજ્ય સરકારની કોલેજોના પ્રોફેસરોને દિવાળી ભેટ, કોરોના હળવો થતા લંબાવાયું દિવાળી વેકેશન, જાણો વિગત

|

Oct 27, 2021 | 7:36 AM

કોરોના કાળમાં ઘટાડવામાં આવેલું વેકેશન હવે વધારવામાં આવ્યું છે. આ વર્ષે 13 ની જગ્યાએ 21 દિવસનું કોલેજ યુનિવર્સીટીના પ્રોફેસરોને વેકેશન મળશે.

રાજ્યના પ્રોફેસરોને દિવાળી ભેટ અગાઉથી જ સરકારે આપી દીધી છે. દિવાળીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેને લઈને રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં દિવાળી વેકેશન લંબાવવામાં આવ્યું છે. હવે 13 દિવસના બદલે 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. અધ્યાપક મંડળોની રજૂઆત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન લંબાવવાનો નિર્ણય કર્યો છે.

હવે રાજ્યના પ્રોફેસરોને 13 દિવસના બદલે 21 દિવસનું દિવાળી વેકેશન મળશે. મહત્વનું છે કે, કોરોના મહામારીને કારણે 2 વર્ષથી માત્ર 13 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું. જે આ વર્ષે હવે ફરી 21 દિવસનું કરવામાં આવ્યું છે. કોરોના ઘટતા માનસિક રીતે પણ હવે સૌ સ્વસ્થ થઇ રહ્યા છે. ત્યારે કોલેજોમાં ભણાવતા પ્રોફેસરો માટે આ રાહતના સમાચાર છે.

જીતું વાઘાણીએ ટ્વિટ કરી છે. જેમાં લખ્યું છે,  “ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.”

આ પણ વાંચો: Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

આ પણ વાંચો: Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે સાક્ષીઓની સુરક્ષા માટે આપ્યો નિર્દેશ, સરકારને પૂછ્યું હજારો ખેડૂતોની રેલીમાં માત્ર 23 સાક્ષીઓ જ કેમ?

Next Video