Rajkot: વીસી – તલાટીની હડતાળને કારણે ખેડૂતોને હાલાકી, ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશનની કામગીરી ખોરંભાઈ

Rajkot: ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન ન થતા ખેડૂતોને આ વખતે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વીસી અને તલાટી મંત્રીની હડતાળ હોવાને કારણે મગફળીની ખરીદ પ્રક્રિયા અને રજીસ્ટ્રેશનની કામગીરી ખોરંભાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 4:34 PM

આ વર્ષે ખેડૂતોની તકલીફો ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. ફરી એક વાર રાજકોટ ધોરાજીના ખેડૂતે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન ન થતા ખેડૂતોને આ વખતે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સરકારે પહેલી તારીખથી ટેકાના ભાવે મગફળી ખરીદવા જાહેરાત કરી હતી. પરંતુ વીસી અને તલાટી મંત્રીની હડતાળ હોવાને કારણે મગફળીની ખરીદ પ્રક્રિયા અને રજીસ્ટ્રેશનની કામગીરી ખોરંભાઈ છે. ત્યારે સમગ્ર મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર અણધડ વહીવટ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ ખેડૂતો મગફળીના રજીસ્ટ્રેશન બાબતે કેટલા દિવસો હેરાન થશે તેવા તંત્રને પ્રશ્નો કર્યા છે.

આ મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે રજીસ્ટ્રેશન શરુ કર્યાને ત્રણ દિવસ જતા રહ્યા છે. સરકારને આ મામલે પહેલા દિવસથી રજુઆતો કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, નવા મંત્રીમંડળમાં જેને પણ રજૂઆત કરીએ છીએ તે એવું જ કહે છે કે આવતા દિવસોમાં જોશું. પરંતુ બીજા વિસ્તારોમાં જ્યારે ઓનલાઈન નોંધણી ચાલુ થઇ ગઈ હોય અને અમુક વિસ્તારોમાં નોંધણી ના થઇ હોય ત્યારે ખેડૂતો હેરાન થઇ રહ્યા છે. ત્યારે એક ખેડૂતે પણ કહ્યું કે હેરાનગતિનું નિરાકરણ લાવીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી શરુ કર્વાવામાં આવે.

આ પણ વાંચો: RAJKOT : ઇમ્પિરીયલ હોટેલના એ રૂમનો વિડીયો કોણે ઉતાર્યો,આ રહસ્ય હજુ પણ છે અકબંધ

આ પણ વાંચો: રાજકોટના ઉપલેટા ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, વિધાર્થીઓએ પાણીમાં થઇ શાળાએ જવા મજબૂર

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">