ધંધુકા ફાયરિંગ મર્ડર કેસઃ 2ની અટકાયત, VHPના પ્રદેશ પ્રમુખે કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ

|

Jan 27, 2022 | 6:59 PM

ધંધુકામાં ફાયરિંગ કરીને હત્યા કરવાનો મામલે વિશ્વ હિન્દુ પરિષદ લડી લેવાના મૂડમાં છે, VHPએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માગની સાથે ઝડપી ન્યાય અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માગ કરી છે

ધંધુકા (Dhandhuka) માં ફાયરિંગ (firing) કરીને હત્યા કરવાનો મામલો ગરમાઇ રહ્યો છે.. પોલીસે હાલ આ મામલે અલગ અલગ 7 ટીમો બનાવી બે આરોપીઓની અટકાયત કરવાની વાત કરી છે. જો કે, વિશ્વ હિન્દુ પરિષદ આ મામલે લડી લેવાના મૂડમાં છે. VHPના પ્રદેશ કક્ષાના આગેવાનો ધંધુકા આવ્યા હતા. અને મૃતકના પરિવારજનોને મળ્યા હતા. એટલું જ નહિં મૃતકના પરિવારજનોને સાંત્વના જ પણ આપી હતી. જોકે, સમગ્ર મામલે ન્યાય અપાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા VHPએ માગ કરી છે.

આ ઘટનામાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ (VHP) ના પ્રદેશ પ્રમુખે કરી ઉચ્ચ તપાસની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડએ કહ્યું હતું કે હત્યાની સમગ્ર ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ. તેમણે આયોજન પૂર્વક કાવતરું ઘડાયું હોવાના આક્ષેપ હતા.

VHPએ એમ પણ કહ્યું કે જે બેની અટકાયત કરી છે તે માત્ર પ્યાદુ છે તેની પાછળ પૈસા વેરવાવાળા વિધર્મીઓને પકડીને સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડવું જોઈએ. મુખ્ય આરોપી હજુ ન પકડાયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

આયોજન બદ્ધ રીતે હત્યાને અંજામ આપ્યા હોવાના આક્ષેપ કરી VHPએ સમગ્ર મામલે ન્યાયની માંગ કરી અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ કરી હતી. મહત્વનું છે કે, ધંધુકા ફાયરિંગ મર્ડર પ્રકરણમાં 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તપાસ માટે સાત ટીમો બનાવી છે અને ઝડપાયેલા બન્ને આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

VHPએ મૃતકના ઘર આંગણામાં બેસી રામધૂન બોલાવી હતી. મૃતકના ઘરે મોટી સંખ્યામાં સમાજના લોકો અને ગ્રામજનો એકત્ર થયા હતા. જેમની સાથે પ્રદેશના આગેવાનોએ ચર્ચા કરી હતી.

આવતીકાલે રાણપુર બંધનું કરાયું એલાન

ધંધુકામાં થયેલી હત્યા (murder) ના પ્રત્યાઘાતો બોટાદ જિલ્લાના રાણપુર સુધી પડ્યા છે. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવતીકાલે રાણપુર બંધ પાળવાની જાહેરાત કરાઈ છે. શાંતિ પૂર્ણ રીતે બંધ પાળવા કરાઈ છે જાહેરાત છે જેમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું પણ આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં એક વર્ષનો 3 કરોડનો વેરો માફ, હોટેલ-રિસોર્ટ-સિનેમાઘરોના પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાઇ

આ પણ વાંચોઃ ગાંધીનગર મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓનું આંદોલન, 400થી વધુ કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો

Next Video