પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે, જેના પગલે રાજ્યભરના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. સોમનાથમાં શ્રાવણના પાંચમા સોમવાર અને સોમવતી અમાસે ભક્તોનો શ્રદ્ધાસાગર ઉમટ્યો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સવારે 10 વાગ્યા સુધીમાં 35000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા
સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ તીર્થ ઉમટયા હતા
શિવજીની આરાધનાના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.
આ વિશેષ અવસરે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરી સાહેબના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી.
સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. Input Credit- Yogesh Joshi]- Somnath