દેવભૂમિ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દૂર કરવા શારદાપીઠના નારાયણનંદજીની માંગ
દ્વારકા નગરીમાં ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવા માટે શારદાપીઠના નારાયણનંદજીએ માંગ કરી છે.તેમણે કહ્યું છે કે દેવભૂમિ દ્વારકા આવતા વૈષ્ણવ ભક્તો ખરાબ છાપ લઈને દ્વારકાથી જાય છે.
ગુજરાતમાં(Gujarat)મહાનગર પાલિકા દ્વારા શહેરના ગેરકાયદે રહેલી ઈંડા અને નોન વેજની(Non Veg)લારીઓ દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. તેવા સમયે હવે દેવભૂમિ દ્વારકાને(Dwarka) નોન વેજ મુક્ત કરવાની ધાર્મિક અગ્રણીઓએ માંગ કરી છે.
જેમાં પવિત્ર દ્વારકા નગરીમાં ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવા માટે શારદાપીઠના નારાયણનંદજીએ (Narayannadji)માંગ કરી છે.
તેમજ તીર્થ નગરી દ્વારકામાં જાહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવી જોઇએ તેમ તેમણે જણાવ્યુંછે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે દેવભૂમિ દ્વારકા આવતા વૈષ્ણવ ભક્તો ખરાબ છાપ લઈને દ્વારકાથી જાય છે. તેથી દ્વારકાની અંદર નોનવેજ અને ઇંડાની લારીઓ બંધ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat) મહાનગરપાલિકાઓ (Corporation) દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે નોન-વેજ અને ઈંડાની લારીઓ દૂર કરવાના આદેશથી સમગ્ર રાજયના વિવાદ ઉભો થયો છે. રાજકોટ નગર પાલિકાએ સૌથી પહેલા આ આદેશ કર્યો હતો તેની બાદ વડોદરા, સુરત અને અમદાવાદ, ભાવનગર માં પણ આનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જો કે દેખાય નહિ તે રીતે અને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે વેચાણ કરી શકાય છે. જો કે મનપાના આ આદેશનો આ લારીવાળા વિરોધ કરી રહ્યા છે.
જેમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, વડોદરા અને ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશને પણ ફૂટપાથ કે જાહેરમાં નોન વેજની લારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ફુટપાથ પર ઘંઘો કરનારાઓને ભૂમાફિયાઓ સાથે સરખાવ્યા તો લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ તેનો સખત વિરોધ કર્યો.
અમદાવાદ જિલ્લા ક્લેક્ટરની કચેરી બહાર લારી-પાથરણાવાળાઓએ પ્લે કાર્ડ દર્શાવી સરકારના આ નિર્ણય સામે ભારે વિરોધ નોંધાવ્યો.આ વિરોધ કરનારા લારી-પાથરણાવાળાઓને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે..
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં રાસાયણિક ખાતરની તંગી, ખેડૂતો પરેશાન
આ પણ વાંચો : ગુજરાતમાં રાજકોટ-અમદાવાદ ડિવિઝન વચ્ચે રેલ્વે લાઇનની વિદ્યુતીકરણની કામગીરી પૂરજોશમાં
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
