Gujarat weather: દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે બેવડી ઋતુનો અનુભવ, જાણો તમારા શહેરમાં કેવો રહેશે મોસમનો મિજાજ

|

Feb 05, 2023 | 12:34 PM

અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની આગાહી છે તો આણંદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 15 અનુભવાશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સમતાપ વાતાવરણનો અનુભવ થશે તો દરિયાકાંઠાના નજીકના શહેરોમાં પણ ઓછી ઠંડી વરતાશે.

Gujarat weather: દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે બેવડી ઋતુનો અનુભવ, જાણો તમારા શહેરમાં કેવો રહેશે મોસમનો મિજાજ
Gujarat weather Update

Follow us on

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડા પવનોમાં રાહત મળી છે. તેના કારણે ઠંડીમાં પણ આંશિક રાહત મળી છે ઠંડા પવનો ફૂંકાવાનું બંધ થતા હાડ ધ્રૂજાવતી ઠંડીમાંથી રાહત મળી છે અને ગુજરાતમાં વિવિધ શહેરોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે તેના કારણે દિવસને થોડી ગરમીનો અનુભવ થયો હતો તેમજ મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. ત્યારે આજના દિવસ દરમિયાન પણ વિવિધ શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફરક જોવા મળશે.

અમદાવાદીઓ  કરશે મિશ્ર ઋતુનો અનુભવ

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 15 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે.

પાટનગરમાં સાંજ થતા ઠંડક વરતાશે

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને તાપીમાં સમતાપ રહેશે વાતાવરણ

તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 જેટલું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો વડોદરા મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. આમ દક્ષિણ  ગુજરાતમાં  સમતાપ વાતાવરણનો અનુભવ થશે  તો દરિયાકાંઠાના નજીકના શહેરોમાં પણ ઓછી ઠંડી વરતાશે.

Next Article