Earthquake : દ્વારકામાં અનુભવાયો 4.3ની તીવ્રતાનો ભૂકંપ ! જાણો ધરતીકંપનું કેન્દ્રબિંદુ
ગુજરાતના દ્વારકામાં આજે એટલે કે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ પૃથ્વીથી 15 કિમી નીચે આવ્યો હતો.
ગુજરાતના દ્વારકામાં આજે એટલે કે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ પૃથ્વીથી 15 કિમી નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ, ધરતીકંપનું કેન્દ્રબિંદુ દ્વારકાથી ઉતર દિશામાં 431 કિમી દુર નોંધાયું હતું. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ સ્થળોએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
તમને જણાવી દઈએ કે આજે સોમવારે સવારે 5.07 કલાકે આંદામાન-નિકોબારના નિકોબાર ટાપુ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 માપવામાં આવી છે. જ્યારે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર-સોમવારની રાત્રે 12 કલાકની અંદર ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. સિરોરના જંગલમાં 12.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી. બીજો આંચકો પણ થોડી વાર પછી આવ્યો હતો. જ્યારે ત્રીજો આંચકો લગભગ સવારે 10.10 વાગ્યે આવ્યો, જેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 1.8 હતી. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરકાશીનો ઉત્તરીય વિસ્તાર હોવાનું કહેવાય છે.
Earthquake of Magnitude:4.3, Occurred on 06-03-2023, 06:32:00 IST, Lat: 26.09 & Long: 68.37, Depth: 15 Km ,Location: 431km N of Dwarka, Gujarat, India for more information Download the BhooKamp App https://t.co/Gejgl061jZ pic.twitter.com/d9MbbaVLce
— National Center for Seismology (@NCS_Earthquake) March 6, 2023
ભૂકંપ માપવા માટેનું માપ શું છે
રિએક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઇક્રો શ્રેણીમાં રાખવામાં આવે છે. મતલબ કે આ પ્રકારના ભૂકંપની તીવ્રતા એટલી ઓછી રહે છે કે લોકોને તેનો અનુભવ થતો નથી. તે માત્ર અત્યાધુનિક સિસ્મોમીટરથી જ શોધી શકાય છે. 2.0 થી 2.9 ની તીવ્રતાના ભૂકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 3.0 થી 3.9 સુધીની તીવ્રતાના આંચકામાં કોઈપણ પ્રકારના નુકસાનની શક્યતા નહિવત છે.