Dwarka : હોળી ઉત્સવની ધામધુમપુર્વક ઉજવણી, પરંપરાગત રીતે છાણાની હોળી પ્રગટાવાશે

|

Mar 17, 2022 | 5:46 PM

દ્વારકાના વિસ્તારોમાં જેમકે મંદિર ચોક શાક માર્કેટ ચોક હોળી ચોક ત્રણ બત્તી ચોક તેમજ ગોમતી ઘાટ ઉપર સરકારી હોળી આજે મોડી સાંજે પ્રગટાવવામાં આવશે. દ્વારકામાં પણ આયોજકો દ્વારા ખાસ ગરમા ગરમ જલેબી ગાંઠિયાનો નાસ્તો પણ ભક્તો માટે નિશુલ્ક સેવા આપી રહ્યા છે

Dwarka : હોળી ઉત્સવની ધામધુમપુર્વક ઉજવણી, પરંપરાગત રીતે છાણાની હોળી પ્રગટાવાશે
Gujarat Dwarkadhish Temple (File Image)

Follow us on

યાત્રાધામ દ્વારકામાં(Dwarka) ફાગણ પૂર્ણિમાના દિવસે હોળી ઉત્સવ(Holi Festival)  દ્વારકામાં ધામધુમપુર્વક ઉજવાઇ રહ્યો છે. યાત્રાધામ દ્વારકાના મુખ્ય શહેરી વિસ્તારોમાં અલગ-અલગ આયોજકો દ્વારા આજરોજ હોળી પ્રગટાવી (Holika Dahan)  ધામધૂમ પૂર્વક ઉત્સવ ઉજવવામાં આવશે. યાત્રાધામ દ્વારકામાં પરંપરાગત જાળવી રાખતા છાણાની હોળીઓ બનાવવામાં આવે છે અને આ હોળી ઉપર હોલિકા દહન ના પોસ્ટરો અને મૂર્તિઓ બનાવી હોળી પ્રગટાવે છે.દ્વારકાના વિસ્તારોમાં જેમકે મંદિર ચોક શાક માર્કેટ ચોક હોળી ચોક ત્રણ બત્તી ચોક તેમજ ગોમતી ઘાટ ઉપર સરકારી હોળી આજે મોડી સાંજે પ્રગટાવવામાં આવશે. દ્વારકામાં પણ આયોજકો દ્વારા ખાસ ગરમા ગરમ જલેબી ગાંઠિયાનો નાસ્તો પણ ભક્તો માટે નિશુલ્ક સેવા આપી રહ્યા છે

ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીની કલાકો બાકી

ગુજરાતના યાત્રાધામ દ્વારકામાંજગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીની કલાકો બાકી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્રારકા પહોંચી રહ્યા છે.યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફુલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોઈ સમગ્ર રાજ્ય માંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોર ની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ દરમ્યાન પગપાળા આવી રહયા છે.સમગ્ર રાજ્ય માંથી દૂર દૂર થી બાળકો થી માંડી યુવાનો તેમજ વૃધ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે .ત્યારે દ્વારકા ની હર એક ગલીઓ કૃષ્ણ ભક્તો છલકાય રહી છે ત્યારે લાખો ની સંખ્યા માં આવતા યાત્રિકો ને કૃષ્ણ ભક્તિ માં કોઈ ખલેલ ના પહોંચે તે માટે તંત્ર દ્વારા તેમજ સેવા ભાવિ લોકો દ્વારા અનેક સેવા કેમ્પો નાખવામાં આવ્યા છે.

તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી રહ્યો છે

ત્યારે દૂર દૂર થી પગપાળા આવતા ભક્તો નો ને સેવા કેમ્પમાં છે ચા, નાસ્તો,જમવાનું તેમજ આરામ કરવા માટેની તેમજ નાહવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. જ્યારે પગપાળા આવેલ શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે. જ્યારે યાત્રાળુનો થાક ઉતારવા અહીં ડીજે ના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે ત્યારે દ્રારકા આવતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી રહ્યો છે .

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ફુલડોલ ઉત્સવ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે

ધુળેટીના પર્વ પર દ્રારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યમાં ભક્તો લાભ લે છે ત્યારે તંત્ર દ્વારા સુરક્ષાની પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. ફુલડોલ ઉત્સવ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ખાતે પધારતા હોઈ દ્વારકાધીશ મંદિર ની સુરક્ષા માં વધારો કરાયો છે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુસર દ્વારકાધીશ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જ્યારે સમુદ્ર કાઠે આવેલા પવિત્ર દ્વારકાધીશ મંદિર આસ પાસના સમુદ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

આ પણ  વાંચો :  Rajkot: નરેશ પટેલને દિલીપ સંઘાણીનો ગર્ભિત ઇશારો, હાર્દિક પટેલની શું સ્થિતિ થઇ તે બધા જાણે છેઃ દિલીપ સંઘાણી

આ પણ  વાંચો : Surat: દેવુ વધી જતાં બનાવ્યો લૂંટ કરવાનો પ્લાન, 18 લાખ ભરેલી બેગની લૂંટ તો કરી પણ આખરે આવી ગયા પોલીસ પકડમાં

Next Article