AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DWARKA : PGVCL કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ, વડત્રા ગામે ખેડૂતો વીજપુરવઠાથી વ્યથિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:45 PM
Share

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે ખેડૂતોને વીજપુરવઠો દિવસ દરમિયાન માત્ર ચાર કલાક જ મળતો હોવાથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે.

DWARKA : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને વીજળી ન મળતાં PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે ખેડૂતોને વીજપુરવઠો દિવસ દરમિયાન માત્ર ચાર કલાક જ મળતો હોવાથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. જેને પગલે PGVCL ની પેટા વિભાગીય કચેરી ખાતે ખેડૂતોએ ઘેરાવ કરી અધિકારીઓને ફરીયાદ નોંધાવી હતી. જેને લઈ PGVCL ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કાર્ય પૂર્ણ કરી પૂરતી વીજળી આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવતા ખેડૂતો પરત ફર્યા હતા. હવે જોવું રહ્યું કે ખેડૂતોની માગ કયારે સંતોષાશે.

g clip-path="url(#clip0_868_265)">