Dwarka: બે સપ્તાહમાં 300 જેટલા પશુમાં લમ્પી વાયરસના કેસ, 10 ગાયના મોત

|

May 21, 2022 | 11:23 PM

છેલ્લા બે સપ્તાહમાં દેવભુમિદ્રારકાના દ્રારકામાં લમ્પી વાયરસ ગાય-નંદીમાં 285 કેસ નોંધાયા છે. જો કે જામનગર જીલ્લામાં 3 મેથી હાલ સુધીમાં 202 કેસ ગાયમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે.

Dwarka: બે સપ્તાહમાં 300 જેટલા પશુમાં લમ્પી વાયરસના કેસ, 10 ગાયના મોત

Follow us on

ગુજરાતના દેવભુમિ દ્રારકા(Dwarka)  જીલ્લાના દ્રારકામાં બે સપ્તાહથી પશુઓમાં લમ્પી વાયરસનો(lumpy virus)  ફેલાવો થયો છે. દ્રારકા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા હાલ સુધીમાં 285 ગાય(Cow) તથા નંદીમાં લમ્પી વાયરસનો કેસ નોંધાયા છે. તો 10 ગાયના લમ્પી વાયરસના કારણે મોત થયા છે. દ્રારકામાં બે સપ્તાહ પહેલા શહેરના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી એક ગાય બીમાર હોવાની જાણ ગોસેવકોને કરવામાં આવી હતી.જેને સારવાર આપવામાં આવી, ત્યાં થોડા કલાકો અને એકાદ દિવસોમાં એક –એક અનેક ગાયમા બીમાર થતી હોવાની જાણ થતા તેની સારવાર કરવામાં આવી. જે ગાયને લમ્પી વાયરસની અસર થઈ હોવાનુ સામે આવ્યુ. દ્રારકાની સુરભી માધવ ગૌશાળાના ગોસેવક હાર્દીક એસ વાયડાને દ્રારકામાં પશુઓમાં લમ્પી વાયરસ ખુબ ઝડપે ફેલાતો હોવાની જાણ થતા સ્થાનિક તંત્રની મદદથી તેને અટકવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.

ગાય-નંદીને શહેરના હોમગાર્ડ ચોક નજીક એક જગ્યાએ એકઠી કરીને સારવાર આપવામાં આવી

દ્રારકા નગર પાલિકાએ ગાય-નંદીમાં ફેલાતા વાયરસને અટકવવા શકય પ્રયાસો શરૂ કર્યા. પશુપાલન વિભાગ, સ્થાનિક ગોસેવકોને સાથે રાખીને વાયરસના કારણે બીમાર થયેલ ગાય-નંદીને શહેરના હોમગાર્ડ ચોક નજીક એક જગ્યાએ એકઠી કરીને સારવાર આપવામાં આવી. જેથી વાયરસ અન્ય પશુમાં ના ફેલાય. બરડીયા થી વરવાળા સુધીમાં છેલ્લા 15 દિવસમાં 285 ગાય-નંદીને અંહી લાવવામાં આવી. અને ડો. વિનય ડામોર અને તેની ટીમ દ્રારા તેને સારવાર આપીને ગૌસેવકો દ્રારા રાત-દિવસ તેમની કાળજી લેતા તે પૈકી 100 વાયરસની અસરથી મુકત થઈ છે. અન્ય 180 ગાય-નંદીને તબીયત હાલ સુધારો પર છે. દુર્ભાગ્યપુર્ણ 10 ગાયના વાયરસના કારણે મૃત્યુ થયા છે.

બે સપ્તાહમાં બે જીલ્લામાં વાયરસની અસર

છેલ્લા બે સપ્તાહમાં દેવભુમિદ્રારકાના દ્રારકામાં લમ્પી વાયરસ ગાય-નંદીમાં 285 કેસ નોંધાયા છે. જો કે જામનગર જીલ્લામાં 3 મેથી હાલ સુધીમાં 202 કેસ ગાયમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. પહેલા જામગરમાં કેસ લમ્પી વાયરસના કેસ નોંધાયા. તે બાદ હવે દ્રારકામાં ગાય-નંદીમાં વાયરસનો ફેલાવો થયો છે. જેને રોકવા માટે વાયરસથી અસર પામેલી ગાયને અલગ રાખીને અન્ય વાયરસને વધુ ફેલાવતો અટકાવવાના પ્રયાસ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

લમ્પી વાયરસના લક્ષણો 

લમ્પી વાયરસ ગાય કે નંદીમાં હજુ સુધી જોવા મળ્યો છે. જેમાં પશુના શરીર પર મોટા ફોડલા થવા, પગમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવુ, ખોરાક ના લેવો, પશુનુ લાંબા સમય સુધી સ્થિર રહેવુ, તાવ સહીતના લક્ષણો જોવા મળે છે. જો આવા લક્ષણો પશુઓમાં જોવા મળે તો તેને ઝડપી સારવાર આપવી જોઈએ. જો 3 થી 5 દિવસમાં સારવાર ના મળે તો વાયરસ જીવલેણ બની શકે છે.

 

Next Article