Devbhoomi Dwarka: વર્ષના પ્રથમ દિવસે દ્વારિકાધીશના દર્શને ઉમટ્યો માનવ મહેરામણ, કાળિયા ઠાકરને કરવામાં આવ્યો અલૌલિક શણગાર

|

Jan 01, 2023 | 2:56 PM

વર્ષના પ્રથમ દિવસે દેશ વિદેશથી યાત્રિકો 2023ની સાલના પ્રથમ દિવસે કાળિયા ઠાકરના દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂજારી પરિવારે આજે શ્રીજીને અલૌકિક શણગાર કર્યો હતો તેમજ ભગવાનને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

Devbhoomi Dwarka: વર્ષના પ્રથમ દિવસે દ્વારિકાધીશના દર્શને ઉમટ્યો માનવ મહેરામણ, કાળિયા ઠાકરને કરવામાં આવ્યો અલૌલિક શણગાર
વર્ષના પ્રથમ દિવસે દ્વારિકાધીશને વિશેષ અન્નકૂટ ધરાવાયો

Follow us on

યાત્રાધામ દ્વારકામાં 2023ની સાલના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યો હતો. નાતાલના વેકેશનને કારણે  દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વર્ષના પ્રથમ દિવસે કાળિયા ઠાકરના દર્શન કરવા માટે દ્વારકા અને આસપાસના સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા. જગત મંદિરના મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વારે ભાવિક ભક્તોની ભારે  ભીડ જોવા મળી હતી.

કાળિયા ઠાકરના અલૌકિક દર્શન

આજે  વર્ષના પ્રથમ દિવસે દેશ વિદેશથી યાત્રિકો 2023ની સાલના પ્રથમ દિવસે કાળિયા ઠાકરના દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂજારી પરિવારે આજે શ્રીજીને અલૌકિક શણગાર કર્યો હતો તેમજ ભગવાનને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. દ્વારકામાં અસંખ્ય પ્રવાસીઓના  કારણે  તમામ હોટેલ તેમજ ગેસ્ટ હાઉસમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડ હજી ત્રણથી ચાર દિવસ સુધી રહેશે.

દ્વારકામાં વર્ષ 2022ના અંતિમ સૂર્યાસ્તને લોકોએ મોટી સંખ્યામાં નિહાળ્યો

દેવભૂમિ દ્વારકા ખાતે  વર્ષના અંતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને દ્વારકાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. ખાસ તો દરિયાકાંઠે તેમજ શિવરાજપુર બીચ ખાતે સેલ્ફી લઇને લોકોએ વર્ષ 2022ની  યાદગીરી કેમેરેામાં કેદ કરી હતી. તો વર્ષ 2023ના સૂર્યોદયના દ્રશ્યને પણ કેમેરામાં ઝીલ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ગુજરાતમાં વિવિધ સ્થળે પ્રવાસીઓનો ધસારો

નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે ગુજરાતી પ્રવાસીઓ કચ્છ, ગીર સોમનાથ, દ્વારકામાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. નાતાલના મીની વેકેશન દરમિયાન કચ્છના પ્રવાસન સ્થળો હાઉસફુલ થયા છે. કોરોના મહામારી બાદ પ્રથમવાર મોટી સંખ્યામાં પ્રવાસી કચ્છના પ્રવાસન સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે. રણોત્સવ અને નાતાલના વેકશન દરમિયાન દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી છે જેથી હોટલથી લઇ તમામ રહેવાના સ્થળો હાઉસફુલ છે.

ધાર્મિક, ઐતિહાસિક સ્થળ સહિત રણોત્સવ અને હવે સ્મૃતિવન જોઇ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને પ્રવાસન સ્થળોથી પ્રભાવિત થયા હોવાનુ જણાવ્યું હતું. પ્રવાસીઓએ વર્ષના છેલ્લા સૂર્યાસ્તને રણમાંથી નિહાળ્યો હતો. તો કેટલાક પ્રવાસીઓ વહેલી સવારે રણ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને વર્ષ 2023નો સૂર્યોદય નિહાળવાનો લ્હાવો લીધો હતો. પ્રવાસીઓએ પ્રાગ મહેલ, માંડવીના બીચ, નારાયણ સરોવર સહિતના સ્થળોએ પરિવાર સાથે ફરવાની મોજ માણી રહ્યાં છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: દ્વારકા TV9, મનિષ જોશી

Next Article