Devbhoomi Dwarka: સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફેલાયો લપ્મી વાયરસ, રોગચાળો અટકાવવા મહિલા કોર્પોરેટરનુ આંદોલન

|

May 26, 2022 | 4:47 PM

લમ્મી વાયરસ ગાયમાં ખુબ જ ઝડપી ફેલાય રહ્યો છે. પહેલા જામનગર, બાદ દ્રારકા, ત્યાર બાદ ખંભાળીયા અને જામનગરના ધ્રોલ તથા આસપાસ વિસ્તારમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે.

Devbhoomi Dwarka: સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફેલાયો લપ્મી વાયરસ, રોગચાળો અટકાવવા મહિલા કોર્પોરેટરનુ આંદોલન
ગાયમાં ફેલાતો રોગચાળો અટકાવવા મહિલા કોર્પોરેટરનુ આંદોલન

Follow us on

લમ્મી વાયરસ ગાયમાં ખુબ જ ઝડપી ફેલાય રહ્યો છે. પહેલા જામનગર (Jamnagar), બાદ દ્રારકા (Devbhoomi Dwarka), ત્યાર બાદ ખંભાળીયા અને જામનગરના ધ્રોલ તથા આસપાસ વિસ્તારમાં લમ્પી વાયરસના (Lumpy Virus) કેસ નોંધાયા છે. આંકડા પર નજર કરીએ તો જામનગર શહેરમાં 3 મેથી અત્યાર સુધીમાં કુલ 220 ગાયમાં લપ્મી વાયરસની અસર જોવા મળી છે. જામનગર જીલ્લાના ધ્રોલમાં છેલ્લા થોડા દિવસોમાં ગાયમાં લપ્મી વાયરસની અસર જોવા મળે છે. જેમાં હાલ સુધીમાં ધ્રોલમાં 22 કેસ નોંધાયા છે. કુલ જીલ્લામાં 242 કેસ લમ્પી વાયરસના સરકારી ચોપડે નોધાયેલ છે. 2864 પશુઓને વેકસેન આપવામાં આવી છે.

જામનગર ત્યાર બાદ દ્રારકામાં 349 કેસ નોંધાયા છે. જયાં સારવાર દરમિયાન 15 જેટલી ગાયના મોત થયા છે. 3264 પશુઓમાં વેકસીનની કામગીરી કરવામાં આવી છે. ત્યાર બાદ દેવભુમિદ્રારકાના જીલ્લા મથક ખંભાળીયામાં પણ ગાયમાં વાયરસની અસર જોવા મળી છે. ખંભાળીયામાં અત્યાર સુધીમાં 20 થી વધુ ગાયમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે. પરંતુ તંત્રના ચોપડે તેની કોઈ નોંધ નથી. ગૌપ્રેમીઓ સેવાભાવી સંસ્થા દ્રારા તે અંગેની કામગીરી કરવામાં આવી છે. પરંતુ તંત્ર વિસ્તારમાં કોઈ કેસ ના હોવાનુ જણાવુ છે. જામનગર, ધ્રોલ, લતીપુર, ખંભાળીયા અને દ્રારકામાં લપ્મી વાયરસ ગાય- નંદીમાં ફેલાય રહ્યો છે.

ગાયમાં ફેલાતો રોગચાળો અટકાવવા મહિલા કોર્પોરેટરનું આંદોલન

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જામનગર તથા આસપાસના વિસ્તારોમાં લમ્પી વાયરસથી ગાયનો મોત થઈ રહ્યા છે. લપ્મી વાયરસને ફેલાવતો અટકાવવા તેમજ લમ્પી વાયરસની અસર જોવા મળે તેવી ગાયને સારવાર આપવાની તંત્ર પાસે કોંગ્રેસના વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટ રચનાબેન નંદાણીયાએ માંગ કરી છે. જે માટે બુધવારથી લાલબંગલા સર્કલ પાસે ગૌપ્રેમીઓને સાથે રાખીને ધરણા કર્યા છે. મહાનગર પાલિકા અને જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્રારા સંકલન કરીને યુધ્ધના ધોરણે યોગ્ય કામગીરીની ઉગ્ર માંગ કરી છે. રચનાબેન નંદાણીયા ગાયને ગૌપ્રેમીઓને સાથે રાખીને બેનરો સાથે બેસીને તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તો શહેરમાં 9મી મે બાદથી હાલ સુધીમાં 120 ગાયના મૃત્યુ થયા છે. પરંતુ લમ્પી વાયરસના કારણે એક જ ગાયનુ મોત સરકારી ચોપડે નોધાયેલ છે. જો કે 120 ગાયના મૃત્યુ બાદ તેના નિકાલની કાર્યવાહી મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ શાખા દ્રારા કરવામાં આવી. પરંતુ તેના મૃત્યુના કારણે અંગે તંત્ર અજાણ છે.

રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાધવજી પટેલના હોમટાઉન એવા ધ્રોલમાં છેલ્લા કેટલાક દિવસોથી લપ્મી વાયરસના કેસ વધી રહ્યા છે. તેમજ જામનગર સહીતના અન્ય વિસ્તારોમાં લપ્મી વાયરસના કેસ નોંધાય છે. પરંતુ મંત્રી રાધવજી પટેલને માત્ર જામનગરમાં લપ્મી વાયરસ અંગે જાણકારી છે. જે માટે કામગીરી કરવાની સુચના વિભાગને આપેલ હોવાનો દાવો કર્યો. સાથે અન્ય વિસ્તાર અંગે કોઈ જાણકારી ના હોવાનુ જણાવ્યુ.

Published On - 4:47 pm, Thu, 26 May 22

Next Article