Devbhoomi Dwarka: સલાયા ગામમાં કોરોના રસીકરણના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

|

Aug 16, 2021 | 7:36 AM

સલાયા ગામેથી કોરોના રસીકરણના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લા પોલીસે બાતમીના આધારે આ કૌભાંડનું પગેરૂ શોધી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Devbhoomi Dwarka: જિલ્લાના સલાયા ગામેથી કોરોના રસીકરણના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લા પોલીસે બાતમીના આધારે આ કૌભાંડનું પગેરૂ શોધી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડ આચનાર આરોપીઓમાં ટ્રાવેલ એજન્ટ, અને આરોગ્ય વિભાગના હંગામી કર્મચારીઓ સામેલ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેતરપિંડીથી મહિલા હેલ્થ વર્કરના કોમ્પ્યુટરના આઈ.ડી. અને પાસવર્ડ મેળવી લેતા હતા. બાદમાં તેઓ આઈ.ડી. મારફતે કોમ્પ્યુટરમાં બોગસ વેકસીન સર્ટિફિકેટ બનાવી લેતા હતા અને જરૂરિયાતમંદોને વેંચી મારતા હતા. આરોપીઓની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌંભાડની તપાસ દરમિયાન 200થી વધુ બોગસ સર્ટિફિકેટ બનાવવાયા હોવાનું પણ ખુલ્યું છે.

Next Video