Devbhoomi dwarka: મેગા ડિમોલિશનના બીજા રાઉન્ડમાં 21 દબાણો હટાવાયા

|

Oct 22, 2022 | 10:08 AM

તંત્રએ ગઇકાલે એક જ દિવસમાં 21 દબાણો હટાવી સપાટો બોલાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આશરે 1 કરોડની કિંમતના દબાણો હટાવી તંત્રએ વિસ્તારને દબાણ મુક્ત કરી દીધો છે.  નોંધનીય છે કે દ્વારકા જિલ્લામાં  છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Devbhoomi dwarka:  મેગા ડિમોલિશનના બીજા રાઉન્ડમાં 21 દબાણો હટાવાયા
ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યુ બુલડોઝર

Follow us on

દેવભૂમિ દ્બારકા  (Devbhoomi dwarka) જિલ્લામાં દ્વારકામાં મેગા ડિમોલિશનનો  (Mega Demolition ) બીજો રાઉન્ડ શરૂ થતા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્રએ પદ્મતીર્થ નજીક ગેરકાયદે (Illegal) નોનવેજ રેસ્ટોરન્ટ સહિતના બિનઅધિકૃત દબાણો હટાવ્યા છે. તંત્રએ ગઇકાલે એક જ દિવસમાં 21 દબાણો હટાવી સપાટો બોલાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આશરે 1 કરોડની કિંમતના દબાણો હટાવી તંત્રએ વિસ્તારને દબાણ મુક્ત કરી દીધો છે.  નોંધનીય છે કે દ્વારકા જિલ્લામાં  છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

દ્વારકામાં એક મહિનાથી શરૂ કરવામાં આવી છે ડિમોલિશનની કામગીરી

બેટ દ્વારકામાં (bet dwarka) 1 ઓક્ટોબરથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ પ્રથમ ચરણમાં વેગવંતી રહ્યા બાદ થોડા દિવસોના વિરામ પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય તેટલું મંગળવારે વધુ 50 હજાર ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું  હતું. આશરે  120 થી વધુ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં દબાણ દૂર કરી 3 લાખ ફૂટ જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.  નોંધનીય છે કે ગઇ કાલ ફરીથી દ્વારકામાં 7  જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને બેટ દ્વારકાના પાંજ વિસ્તારમાં બિનઅધિકૃત ખડકાયેલા દબાણો પર ફરી બુલડોઝર  (Bulldozer ) ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત સાથે રહેણાંક અને વ્યવસાયિક દબાણો દૂર કરવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી  હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મેગા ડિમોલિશન દ્વારા બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ  સાત દિવસમાં દેવભૂમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દૂર કરવામાં આવ્યા હતા.

મેગા ડિમોલિશન દ્વારા બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ  સાત દિવસમાં દેવભુમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દૂર કરવામાં આવ્યા હતા.  એક હજારથી વધારે પોલીસકર્મીઓના બંદોબસ્ત અને રેવન્યુના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ અને વિવાદીત સ્થળોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટ રેન્જના IG સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન બનાવવામાં આવ્યો હતો અને મેગા ડિમોલિશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Next Article