VIDEO: PM મોદીના આ જબરા ફેનના સવાલનો જવાબ દિગ્ગજ લોકો પણ નહીં આપી શકે, માત્ર 8 વર્ષની છે ઉંમર

|

Jun 26, 2019 | 7:03 AM

દેવભૂમી દ્વારકાનો એક બાળક જેની ઉંમર તો નાની છે. પરંતુ તેની વાતો ઘણી મોટી છે. નાનકડી ઉંમરમાં આ બાળક પોતાની સમજણી વાતોના કારણે લોકોમાં જાણીતો બની ગયો છે. સતાપર ગામમાં રહેતા અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતા અજય સાદિયા નામના આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોયા બાદ સૌકોઈ બાળકની પ્રશંસા કરી […]

VIDEO: PM મોદીના આ જબરા ફેનના સવાલનો જવાબ દિગ્ગજ લોકો પણ નહીં આપી શકે, માત્ર 8 વર્ષની છે ઉંમર

Follow us on

દેવભૂમી દ્વારકાનો એક બાળક જેની ઉંમર તો નાની છે. પરંતુ તેની વાતો ઘણી મોટી છે. નાનકડી ઉંમરમાં આ બાળક પોતાની સમજણી વાતોના કારણે લોકોમાં જાણીતો બની ગયો છે. સતાપર ગામમાં રહેતા અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતા અજય સાદિયા નામના આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોયા બાદ સૌકોઈ બાળકની પ્રશંસા કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં બ્લાસ્ટની અફવા બાદ પણ સુરક્ષાનું નિરીક્ષણ કે ખાલી દેખાડો?

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક ગરીબ પરિવારના વ્હાલા દિકરાની સારી સારી વાતોએ લોકોનું દિલ જીતી લીધું છે. અજયની યાદ શક્તિ તો સારી છે, પરંતુ તે તમામ વિચારોને પોતાના જીવનમાં પણ ઉતારે છે. સ્વચ્છતા અને ભ્રષ્ટાચારના મુદ્દે આ બાળકના વિચારો એટલે ઊંચા છે કે, તે જાણીને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્ય પામી જાય. તે વડાપ્રધાન મોદીને એક આદર્શ વ્યક્તિ તરીકે જુએ છે. અજયની આ આવડત તેના આચાર્યએ પારખી લીધી અને તેમણે અજયનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુક્યો. જેને લાખોમાં લાઈક્સ મળી રહ્યા છે. લોકો આ બાળકની બુદ્ધી અને વિચારોના વખાણ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જોકે આ અદભૂત બાળકનો વીડિયો વાયરલ થયા બાદ ટીવાનાઈનની ટીમ સતાપર ગામ પહોંચી હતી. ટીવીનાઈનની ટીમે અજય અને તેની શાળાના આચાર્ય અને શિક્ષક સાથે વાત કરી હતી. જેમા સામે આવ્યું કે, અજય સાદિયાના પિતા એક ખેત મજૂર છે. અજય અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે. જોકે તે ટીવી રેડિયો પર સાંભળતી તમામ સારી વાતોને જીવનમાં ઉતારે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article