VIDEO: આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલ, અમદાવાદમાં ડેન્ગ્યુ બેકાબુ, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

|

Nov 08, 2019 | 6:37 AM

 અમદાવાદમાં વધતાં રોગચાળા અને બિમારીના કેસો વચ્ચે ડેન્ગ્યુ બેકાબૂ બન્યો છે અને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2009થી માંડીને 2019 સુધીમાં સૌથી વધુ કેસ ચાલુ વર્ષે નોંધાયા છે. આ વર્ષે માત્ર 10 મહિનામાં જ 3,345 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે 9 લોકોના મોત પણ થયા છે. સૌથી વધુ કેસો શહેરના શાહીબાગ, […]

VIDEO: આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલ, અમદાવાદમાં ડેન્ગ્યુ બેકાબુ, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Follow us on

અમદાવાદમાં વધતાં રોગચાળા અને બિમારીના કેસો વચ્ચે ડેન્ગ્યુ બેકાબૂ બન્યો છે અને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2009થી માંડીને 2019 સુધીમાં સૌથી વધુ કેસ ચાલુ વર્ષે નોંધાયા છે. આ વર્ષે માત્ર 10 મહિનામાં જ 3,345 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે 9 લોકોના મોત પણ થયા છે. સૌથી વધુ કેસો શહેરના શાહીબાગ, બોડકદેવ, ગોતા અને લાંભા વિસ્તારમાં નોંધાયા છે. ડેન્ગ્યુની સાથે ચિકનગુનિયાના 1,085 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 3,901 કેસ અને ઝેરી મેલેરિયાના પણ 157 કેસ નોંધાયા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા છેલ્લા 10 મહિનામાં 12 લાખ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે 21.83 લાખ ઘરમાં મચ્છરોના બ્રીડિંગની તપાસ કરવામાં આવી છે. છતાં પણ રોગચાળો બેકાબૂ બનતાં આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શહેરમાં ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે અને મનપાના સત્તાધીશો 2022 સુધીમાં શહેરને મેલેરિયા મુક્ત બનાવવાના બણગા ફૂંકે છે. ત્યારે શહેરમાં રોગચાળાનો ભરડો વધતા શહેરીજનોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article