કોરોનાનો ડર, વેક્સિનના અભાવે માર્કેટ બંધ થવાનો પણ ડર! સુરત કાપડ માર્કેટે તંત્ર પાસે શું માંગી ખાતરી?

|

Jul 15, 2021 | 8:11 AM

એક તરફ માંડ કાપડ માર્કેટ મંદીથી ઉભરતું જોવા મળી રહ્યું છે. આવામાં વેપારીઓને વેક્સિનેશનના અભાવે માર્કેટ બંધ થઇ જવાની ચિંતા સતાવી રહી છે. જેને લઈને એક ખાતરીની માંગણી કરવામાં આવી છે.

કોરોનાનો ડર, વેક્સિનના અભાવે માર્કેટ બંધ થવાનો પણ ડર! સુરત કાપડ માર્કેટે તંત્ર પાસે શું માંગી ખાતરી?
Demand was made to ensure that the textile market in Surat will not be close due to lack of corona vaccine

Follow us on

એક તરફ સરકાર કારીગરોનું ઝડપથી વેક્સિનેશન પૂરું કરવા વેપારીઓ અને ઉદ્યોગકારો પર દબાણ કરે છે. તો બીજી તરફ અનેક કારણોસર સમયસર કારીગરોને વેક્સિન નથી મળી રહી. જેના પાછળ એક કારણ વેક્સિનનો પૂરતો સ્ટોક નહી હોવાનું પણ કારણ છે. કાપડ માર્કેટ (textile market) વિસ્તારમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

એવામાં ફોસ્ટાના ડિરેકટર રંગનાથ શારદાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માર્કેટ બંધ કરવા દબાણ ઊભું ન કરાય તેની ખાતરી માગી છે. કોરોનાના કારણે એપ્રિલ અને મે એમ બે મહિના કાપડ માટે બંધ રહ્યું હતું. જેની અસર માંથી હજુ સુધી વેપારીઓ બહાર આવી શક્યા નથી.

હવે તહેવારો (festival) નજીક હોય ધીમે ધીમે વેપારની ગાડી પાટે ચઢી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારીગરો પણ વતનથી પરત આવવા માંડ્યા છે. તેવામાં વેકસિનેશન ઝડપી બનાવવાના બદલે તંત્ર દ્વારા મોટાભાગે સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. લાખો કારીગરોને હજુ સુધી વેક્સિનનો (vaccine) એક પણ ડોઝ મળ્યો નથી, તેવી સ્થિતિમાં તંત્ર દ્વારા વેકસિન ન લીધી હોય તેવા કારીગરોને માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાય તો માર્કેટ બંધ થવાની સ્થિતિ ઊભી થવાની દહેશત છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફોસ્ટા ડિરેક્ટર રંગના શારદા જણાવ્યું છે કે 29 માંથી એક જ વેકસિન સેન્ટર ચાલુ છે. તેથી રોજ બેથી ત્રણ કિલોમીટર લાંબી લાઇન લાગે છે. તેમ જ તમામ કારીગરોને વેકસિન મળી રહેતી નથી. જેથી સંક્રમણ ફેલાય અને માર્કેટ બંધ થાય તેવી ચિંતા વેપારીઓને સતાવી રહી છે. તેથી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ને પત્ર ઝડપથી વેક્સિનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવી વેક્સીનેશન સેન્ટર કાર્યરત કરવાની માંગ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Monsoon 2021: આ વિસ્તારોમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ: જાણો રાજ્યમાં વરસાદ વિશે હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાતા સુર? સંજય રાઉતે PM મોદીના ભરપૂર વખાણ કર્યા, જાણો શું કહ્યું

Next Article