કોરોનાનુ સંક્રમણ અટકાવવા, અમૂલ ડેરીની ચૂંટણી એક સ્થળેથી યોજવાને બદલે, તાલુકા મથકોએ મતદાન મથકો ઊભા કરીને યોજવા માંગ

|

Jul 28, 2020 | 1:19 PM

અમૂલ ડેરીના નામે ઓળખાતા ખેડા જિલ્લા  સહકારી દૂધ ઉત્પાદક સંધના નિયામક મંડળની ચૂંટણીમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે કોઈ એક સ્થળેથી યોજવાના બદલે, તાલુકા મથકોએ મતદાન મથકો ઊભા કરીને ચૂંટણી યોજવાની માંગણી અમૂલ ડેરીના ડિરેકટર તેજસ પટેલે જિલ્લા કલેકટર સમક્ષ કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 […]

કોરોનાનુ સંક્રમણ અટકાવવા, અમૂલ ડેરીની ચૂંટણી એક સ્થળેથી યોજવાને બદલે, તાલુકા મથકોએ મતદાન મથકો ઊભા કરીને યોજવા માંગ

Follow us on

અમૂલ ડેરીના નામે ઓળખાતા ખેડા જિલ્લા  સહકારી દૂધ ઉત્પાદક સંધના નિયામક મંડળની ચૂંટણીમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે કોઈ એક સ્થળેથી યોજવાના બદલે, તાલુકા મથકોએ મતદાન મથકો ઊભા કરીને ચૂંટણી યોજવાની માંગણી અમૂલ ડેરીના ડિરેકટર તેજસ પટેલે જિલ્લા કલેકટર સમક્ષ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ જે અમુલ ડેરી તરીકે ઓળખાય છે, જેમાં આણંદ ખેડા અને મહીસાગર જીલ્લાની ૧૨૧૪  દૂધ મંડળીઓ સભાસદ છે, અને દર પાંચ વર્ષે અમુલ ડેરી નિયામક મંડળની ચુંટણી યોજાતી હોય છે જેમાં કુલ ૧૨ ડીરેકટરને ૧૨ બ્લોકમાંથી મતદાન મારફતે ચૂંટવામાં આવે છે અને આ ચુટાયેલા ડીરેક્ટરોમાંથી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી પદ્ધતિથી સત્તા સ્થાને બેસાડવામાં આવતા હોય છે ,હાલમાં અમુલ ડેરી નિયામક મંડળનીમુદત મેં માસમાં પૂર્ણ થઇ ગઈ હતી, જોકે કોરોનાના કારણે નિયામક મંડળની મુદત બે મહિના સુધી લંબાઈ હતી જોકે તાજેતરમાં જ ચુંટણી અધિકારી ધ્વરા અમુલ ડેરીની ચુંટણી ને લઇ આણંદ ખેડા અને મહીસાગર જીલ્લામાંથી વાંધા મંગાવવામાં આવતા ખુદ અમુલ ડેરીના હાલના ડીરેક્ટર ધ્વરા વાંધો રજુ કરવામાં આવ્યો છે અને માંગ કરવામાં આવી છે કે સામાન્ય રીતે વર્ષોથી અમુલ ડેરી કેમ્પસમાં જ ૧૨૦૦ દૂધ મંડળીઓના નક્કી કરેલ પ્રતિનિધિઓ વોટીંગ કરવા માટે આવતા હોય છે પણ હાલમાં કોરોનાની મહામારીમાં એક જ જગ્યાએ ત્રણ જીલ્લાના ગામડાઓના નાગરિકો એકત્ર થાય તો સંક્રમણ વધવાની શકયતા છે અને તેથી આવનારી ચુંટણીનું મતદાન બ્લોક વાઈસ થાય તેવી માંગણી કરવામાં આવી છે .

આણંદ ખેડા અને મહીસાગર જીલ્લાની ૧૨૧૪ દૂધ મંડળીઓના બ્લોકની વાત કરવામાં આવે તો આણંદમાં ૧૧૬ ,ખંભાતમાં ૧૦૪ ,બોરસદમાં ૯૮ ,પેટલાદ ૯૪ , ઠાસરામાં ૧૦૧ ,બાલાસિનોરમાં ૯૨ ,કઠલાલમાં ૧૦૪ ,કપડવંજ માં ૧૧૩ ,મહેમદાવાદમાં ૧૦૨ ,માતરમાં૯૦ ,નડિયાદમાં ૧૦૭ અને વીરપુરમાં ૯૩ દૂધ સહકારી મંડળીઓ છે અને કુલ ૧૨૧૪ સભ્યો ધ્વરા ૧૨ ડીરેકટરોના પદ માટે મતદાન થનાર છે ત્યારે હાલના ડીરેક્ટર તેજસ પટેલે જણાવ્યું છે કે ૧૨૧૪ લોકો ની સાથે અન્ય લોકો પણ એક જગ્યાએ એકત્ર થાય તો સંક્રમણ તો વધી જ શકે સાથે સાથે હાલના સત્તાધીસોના દબાણમાં આવીને મુક્તપણે મતદાન ન  પણ કરી શકે સાથે સાથે જો તાલુકામાં જ વોટીંગ કરવામાં આવે તો ૨૦ કિમીથી લઇ ૨૦૦ કિમી સુધીના મતદારોને આણંદ સુધી આવવું પણ ન પડે

.

Published On - 1:14 pm, Tue, 28 July 20

Next Article