Weather Update : સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, જાણો તમારા શહેરમાં કેવુ રહેશે હવામાન

|

Sep 22, 2022 | 6:40 AM

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 23 અને 24 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.

Weather Update : સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, જાણો તમારા શહેરમાં કેવુ રહેશે હવામાન
Gujarat Weather update

Follow us on

સત્તાવાર કચ્છમાંથી (Kutch) ચોમાસાની (Monsoon 2022) વિદાય થઈ છે પરંતુ 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ભારે વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. જયારે અમદાવાદમાં (Ahmedabad) 23 સપ્ટેમ્બરે છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શકયતા છે ઉલ્લેખનીય છે કે, વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 23 અને 24 સપ્ટેમ્બરે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

ઉતર ગુજરાતમાં તાપમાનનો પારો વધશે

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 22 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વરસાદ થવાની શક્યતા કોઈ શક્યતા નથી. તો આણંદમાં (Anand)વરસાદના કોઈ એંધાણ નથી.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તો વરસાદની શક્યતા નહિવત છે.બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી.ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 30 રહેશે. તો દિવસ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 26 રહેશે.તેમજ ભારે વરસાદની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ વરસાદની શક્યતા ઓછી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત

ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.જ્યાં બફારાનો અનુભવ થશે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.અને વરસાદની કોઈ સંભાવના નથી.તો મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદના એંધાણ

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે,તેમજ વરસાદની શક્યતા નહિવત છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 33 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ વાદળછાયુ વાતવારણ રહેશે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી.સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે,તો વરસાદ થવાની સંભાવના નથી. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Next Article