Dang : વંદે ગુજરાત પ્રદર્શન હેઠળ લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપતા ‘સખી મેળા’નો પ્રારંભ થયો

|

Jun 17, 2022 | 8:35 AM

આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોની ગ્રામીણ મહિલાઓને વિવિધ જૂથોમા સંગઠીત કરી તેઓને બચત અને આંતરિક ધિરાણની પ્રવૃત્તિ સાથે જોડવામાં આવે છે. એક સમાન ઉદેશ અને આર્થિક જરૂરિયાતની આપૂર્તિ માટે સ્વસહાય જુથ રચી તેમનુ ક્ષમતાવર્ધન કરી જૂથોને સક્ષમ બનાવવામા આ યોજના આગત્યની ભૂમિકા ભજવે છે. 

Dang : વંદે ગુજરાત પ્રદર્શન હેઠળ લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપતા સખી મેળાનો પ્રારંભ થયો
Sakhi Mela started in Dangs

Follow us on

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આત્મનિર્ભર ભારતની રચના ઉપર ભાર મૂકી રહ્યા છે. દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામા ડાંગ (Dang) જિલ્લામાં મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમા અને તેમા પણ ડાંગ જિલ્લામા ‘સખી મંડળો’ નો ભાગ બની હજારો ગ્રામીણ મહિલાઓ ‘આત્મનિર્ભર’ બની રહી છે. આ મહિલાઓને ગૌરવ અને આત્મસન્માન અપાવતી મિશન મંગલમ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સને 2010 મા ‘મિશન મંગલમ યોજના’ અમલમા મુકવામા આવી હતી.

આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોની ગ્રામીણ મહિલાઓને વિવિધ જૂથોમા સંગઠીત કરી તેઓને બચત અને આંતરિક ધિરાણની પ્રવૃત્તિ સાથે જોડવામાં આવે છે. એક સમાન ઉદેશ અને આર્થિક જરૂરિયાતની આપૂર્તિ માટે સ્વસહાય જુથ રચી તેમનુ ક્ષમતાવર્ધન કરી જૂથોને સક્ષમ બનાવવામા આ યોજના આગત્યની ભૂમિકા ભજવે છે. આ ‘સખી મંડળો’ને રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, બેંક લોન અને 100 ટકા વ્યાજ સહાય સાથે લોનમા સ્ટેમ્પ ડ્યુટીની માફી આપી આજીવિકા પૂરી પણ પાડવામા મદદ કરવામાં આવે છે.

ડાંગ જિલ્લામા 3800 જેટલા સ્વસહાય જૂથોની રચના કરવામા આવી છે. આ જૂથમાં અનેક ગ્રામીણ મહિલાઓ જોડાયેલી છે. તાજેતરમા ડાંગ જિલ્લામા ક્રેડીટ કેમ્પનુ આયોજન કરી 360 જૂથોને બેંકો દ્વારા રૂપિયા 360 લાખની લોન આપવામા આવી હતી. ડાંગ જિલ્લામા અત્યાર સુધી 3185 જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂપિયા 319.48 લાખ જેટલી રકમ ચુકવવામાં આવી છે. હાલ 1576 જેટલા સ્વસહાય જૂથ  વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે જે આ યોજના હેઠળ આજીવિકા મેળવી રહ્યા છે. ગુજરાત સરકારની છેલ્લા બે દાયકાની વિકાસ યાત્રા હેઠળ ‘વંદે ગુજરાત પ્રદર્શન’ તેમજ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ ગુજરાત રાજ્ય સ્થાપના દિન એટલેકે 1લી મે એ મુખ્યમંત્રી દ્વારા પાટણથી પ્રારંભાયેલી ‘સખી મેળા’ની આ શ્રુંખલા ડાંગને આંગણે આવી પહોંચી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આહવાના ડાંગ સેવા મંડળના પરિસરમા 50 જેટલા વિવિધ વાનગીઓ, હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓના વેચાણ-પ્રદર્શન સ્ટોલ્સ લોકાર્ષણ મેળવી રહ્યા છે. આ મેળામા ડાંગ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી હસ્તકળા, હેન્ડલૂમ, વિવિધ ફૂડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહીલા જૂથો આ મેળાનો હિસ્સો બન્યા છે. તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજ વસ્તુઓ આ મેળામા એક જ સ્થળેથી જોવા અને ખરીદવાની તક મળી રહી છે.

Next Article