Dang : આદિવાસી વિસ્તારના 25 ગામના લોકો હવે Telemedicine દ્વારા આરોગ્યલક્ષી સમસ્યાઓની સારવાર મેળવી શકશે

|

Aug 01, 2022 | 7:55 AM

આ આરોગ્ય કાર્યકરોને બીપી મોનિટર ઇન્સ્ટ્રુમેન્ટ, ઓક્સીમિટર અને અન્ય સાધનોના ઉપયોગ બાબતે તાલીમબદ્ધ  રહેશે. વધુમાં તેમણે  ઉમેર્યું હતું કે  તેઓ મોબાઈલ એપના મેડીકલ તજજ્ઞોને દર્દીના લક્ષણો વગેરેના ડેટા અપલોડ કરી દર્દીના સામાન્ય રોગો અંગેનું સચોટ નિદાન આપશે .

Dang : આદિવાસી વિસ્તારના 25 ગામના લોકો હવે Telemedicine દ્વારા આરોગ્યલક્ષી સમસ્યાઓની સારવાર મેળવી શકશે
Telemedicine

Follow us on

ડાંગ(Dang) જિલ્લામાં શિવારીમાળ વિસ્તારની આજુબાજુના 25 ગામોમાં આરોગ્ય વિષયક અને આર્થિક વિકાસને લગતા કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. વર્ષ 2022-23થી આ પ્રોજેક્ટ હેઠળ  ટેલીમેડીસીનની સુવિધા ઉપલબ્ધ થઇ રહી છે. સ્થાનિકો માટે આધુનિક આરોગ્યલક્ષી સુવિધાનો ઉમેરો ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન સહયોગથી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ  શિવારીમાળ ખાતે યોજાયો હતો.કાર્યક્રમના પ્રાસંગિક ઉદબોધનમાં ગ્રામસેવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.અશ્વિન શાહ દ્વારા ઉપસ્થિતોને આવકાર આપી જણાવ્યું હતું કે ડાંગ જીલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને  રાહત દરે સારી આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવા સંસ્થા હંમેશા પ્રયત્નશીલ રહી છે.  આધુનિક ટેકનોલોજીના સમન્વયથી દર્દીને શક્ય એટલી સારી  સારવાર આપી સારવાર અને નિદાન માટે  ડાંગના  25 ગામોમા આરોગ્ય કાર્યકર મુકવામાં આવશે.

આ આરોગ્ય કાર્યકરોને બીપી મોનિટર ઇન્સ્ટ્રુમેન્ટ, ઓક્સીમિટર અને અન્ય સાધનોના ઉપયોગ બાબતે તાલીમબદ્ધ  રહેશે. વધુમાં તેમણે  ઉમેર્યું હતું કે  તેઓ મોબાઈલ એપના મેડીકલ તજજ્ઞોને દર્દીના લક્ષણો વગેરેના ડેટા અપલોડ કરી દર્દીના સામાન્ય રોગો અંગેનું સચોટ નિદાન આપશે . આ સુવિધા ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં , ફોલોઅપ અને રોગને વકરતો અટકાવવામાં મદદરૂપ સાબિત થશે.

ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખથી ઉદય દેસાઈએ જણાવ્યું હતું કે, ટેલિમેડીસીન ટેકનોલોજી હાલની આરોગ્ય સંભાળ સેવાઓને ખુબ જ ઉપયોગી બની રહેશે. ડો.કે.આર.શ્રોફફાઉન્ડેશન આ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ પણ આપશે.આ ઉપરાંત  ટેકનીકલ સેવા પૂરી પાડવામાં આવશે. આ સુવિધાથી  અંતરિયાળ વિસ્તારના લોકોને હાયપરટેન્શન, ડાયાબિટીસ, એનિમિયા અને કુપોષણ જેવા લાંબા ગાળાના રોગો માટે ડેવલપ કરેલ સીસ્ટમ દ્વારા તમામ દર્દીઓના કાયમી રેકર્ડ ઉપલબ્ધ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આરોગ્યલક્ષી માહિતી ઉપલબ્ધ રહેવાથી દર્દીનું  સમયાંતરે ફોલોઅપ કરી તેમનું સ્વાસ્થ્ય સુધાર માટે મદદરૂપ બની રહેશે. આ પ્રોજેક્ટ વધુ સફળ થાય તો ડાંગના અન્ય ગામોમાં પણ વિસ્તરણ કરવામાં આવશે. ઇવોલ્કો-મુંબઈના અજય રસ્તોગીએ ટેકનીકલ સેવા પ્રદાન કરવા તેમની પસંદગી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે માનવ કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ ધનજ્યભાઈ દેસાઈ એ સેવાભાવી સંસ્થાઓના સમન્વય થકી જરૂરીયાતમંદ લોકોની સેવા માટે વધુ પ્રકલ્પો સાથે આગળ વધવાનું ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ ના ટ્રસ્ટી ડો.હર્ષા શાહ ,ડો.શર્મિષ્ઠા પાટીલ,માનવ કલ્યાણ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી વિરાટભાઈ કોઠારી ,આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન હીરાભાઈ રાઉત આજુબાજુના ગામોના સરપંચ ,આગેવાનો સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 7:54 am, Mon, 1 August 22

Next Article