Dang : ખેલ મહાકુંભમાં ભાગ લેવા Online Registration Process શરૂ કરાઈ, અહીં એક ક્લિકથી તમારું રજીસ્ટ્રેશન કરો

|

Oct 08, 2023 | 7:31 AM

Dang : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત(Sports Authority of Gujarat) અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ 2.0(Khelamahakumbha 2.0)નુ આયોજન કરાયું છે. આ અંગેની ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રકિયા(Online registration process) મુખ્ય પ્રધાનના હસ્તે શરૂ કરાઈ છે.

Dang : ખેલ મહાકુંભમાં ભાગ લેવા Online Registration Process શરૂ કરાઈ, અહીં એક ક્લિકથી તમારું રજીસ્ટ્રેશન કરો

Follow us on

Dang : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત(Sports Authority of Gujarat) અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ 2.0(Khelamahakumbha 2.0)નુ આયોજન કરાયું છે. આ અંગેની ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રકિયા(Online registration process) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ(Bhupendra Patel – CM , Gujarat)ના હસ્તે શરૂ કરાઈ છે.

ડાંગ જિલ્લામા ખેલ મહાકુંભના સુચારુ આયોજન અને રજીસ્ટ્રેશન બાબતે જિલ્લા કલેકટર  મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમા ડાંગ જિલ્લા કલેકટર મહેશ પટેલે જણાવ્યુ હતુ કે રાજ્યભરમા ખેલ મહાકુંભ 2.0નુ રજીસ્ટ્રેશન શરુ થઈ ગયુ છે. ડાંગ જિલ્લામા પણ વધુને વધુ રમતવીર ખેલ મહાકુંભમા ભાગ લે તે માટે રજીસ્ટ્રેશન પ્રક્રીયા વહેલી તકે પુરી થાય તે જરૂરી છે. લાયકાત ધરાવનાર ખેલાડીઓ અને શાળાના વિદ્યાર્થીઓ તક ચુકી ન  જાય તે માટે BRC , CRC  અને કોચને કલેકટર દ્વારા ખાસ અનુરોધ કર્યો હતો.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

આ પણ વાંચો : Ahmedabad: દાદાગીરી ભારે પડી! કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ વિવાદ મામલે શિક્ષકને માર મારનાર ABVPના 3 કાર્યકર સામે ફરિયાદ- Video

ઈનામની રકમમાં વધારો કરાયો

જિલ્લા રમત વિકાસ અધિકારી અંકુર જોષી દ્વારા ખેલ મહાકુંભમાં સમાવિષ્ટ વિવિધ રમતો તેમજ પારિતોષિક વિશે વિગતે માહિતી આપવામાં આવી હતી. ખેલમહાકુંભ 2.0માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ રકમમા વધારો કરવામા આવ્યો છે તેમજ વયક્તિગત, ટીમ, તેમજ શાળા વિજેતાઓને પણ પુરસ્કૃત કરાશે તેમ અંકુર જોષીએ ઉમેર્યું હતુ.

શાળાના દરેક બાળકો ખેલમહાકુંભ 2.0 ની રમતોમા ભાગ લઇ પોતાની આ અવસરે યોગદાન નોધાવે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેદ્રભાઇ ઠાકરેએ બી.આર.સી, સી.આર.સી.ઓને સમયમર્યાદામા રજીસ્ટ્રેશન પ્રકિયા પુર્ણ કરવા જણાવ્યુ હતુ.

આ પણ વાંચો : Ahmedabad: શ્રેયસ સ્કૂલની મનમાની, FRCના ઓર્ડર વિના જ ફીમાં 10 થી 15 હજારનો વધારો ઝીંકી દેતા વાલીઓમાં રોષ- Video

અહીં રજીસ્ટ્રેશન કરો

ખેલ મહાકુંભ 2.0 મા ભાગ લેનાર શાળા કોલેજ અને જિલ્લાના અન્ય વ્યક્તિઓ વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/khelmahakumbh-registration પરથી રજિસ્ટ્રેશન કરી શકશે.

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમા જિલ્લા શિક્ષણાધિકારી વી.ડી.દેશમુખ, બી.આર.સી, સી.આર.સી. તેમજ જિલ્લાના વિવિધ રમતના કોચ-ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:25 am, Sun, 8 October 23

Next Article