Dang : આજની આ ત્રણ મહત્વની ખબર તમારા ધ્યાનમાં છે? વાંચો વિગતવાર

|

Jun 18, 2022 | 9:41 AM

ડાંગ જિલ્લો ગુજરાત રાજ્યના છેવાડે મહારાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર છે. આ જિલ્લામાં રાજ્યની ગિરિમથક સાપુતારા અને મોટો વનવિસ્તાર આવેલો છે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ડાંગમાં રાજકીય ગતિવિધિઓ તેજ થતી નજરે પડી રહી છે.

Dang : આજની આ ત્રણ મહત્વની ખબર તમારા ધ્યાનમાં છે? વાંચો વિગતવાર
Important News of Dang

Follow us on

ડાંગ(Dang) જિલ્લો ગુજરાત રાજ્યના છેવાડે મહારાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર છે. આ જિલ્લામાં રાજ્યની ગિરિમથક સાપુતારા અને મોટો વનવિસ્તાર આવેલો છે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ડાંગમાં રાજકીય ગતિવિધિઓ તેજ થતી નજરે પડી રહી છે તો વરસાદ પણ સારો વરસી રહ્યો છે. વરસાદના કારણે નદીના જળસ્તર વધતા એક વૃદ્ધે તણાઈ જવાથી જીવ ગુમાવ્યો છે તો સાથે  આદિવાસી વિસ્તારોમા સ્માર્ટ ગ્રીન લાઇબ્રેરી કન્સેપ્ટના પ્રોજેક્ટ માટે સરકારી અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યં છે. જાણો આજની ત્રણ મહત્વની  ખબર કઈ છે.

મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સભા યોજાઈ

ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નાં અધ્યક્ષ  ડાંગ જિલ્લા નાં આહવા ખાતે કારોબારી સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. રોજબરોજ વધતી મોંઘવારી મહિલા ઓના માથે ગેસ, અનાજ , તેલ નાં ભાવ વધારો, કે મહિલા સુરક્ષા અને હક અધિકાર માટે માર્ગ દર્શન પૂરું પાડવા માં આવ્યું હતું. આવનાર વિધાન સભામાં મહિલા સશક્તિ કરણ થકી આ મોંઘવારી વિરૂદ્ધ જંગ છેડી મોંઘવારી ને નાથવાનો સંકલ્પ લઈ કોંગ્રેસ પક્ષ ને જીતાડવા વધુ માં વધુ મહેનત કરશે એ દિશા માં આગળ વધે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

પ્રદેશ મહિલા પ્રમુખ જેની બેન ઠુંમર એ ડાંગ નાં વિવિધ ગામડા માં મહિલા ઓની મુલાકાત લઈ. મહિલાઓ નાં પડતર પ્રશ્નો ને વાચા આપવાનું આહવાન કર્યું છે. કારોબારી સભા દરમિયાન ડાંગ જિલ્લા મહિલા પ્રભારી જશું બેન ચૌધરી, Gpcc સેક્રેટરી મહિલા પ્રભારી આશાબેન દુબે, પ્રભારી કામિનીબેન, પ્રભારી ભારતી બેન ડાંગ જિલ્લા મહિલા પ્રમુખ લતાબેન બેન ભોયે ડાંગ જીલ્લા તાલુકા મહિલા પ્રમુખો, યુવા પ્રમુખ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં અગ્રણી ઓ અને મોટી સંખ્યા માં મહિલાઓ હાજર રહી આ સભા ને સફળ બનાવી હતી.

નદીનું જળસ્તર વધતા વૃદ્ધ તણાયા

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં વરસાદ સાથે શીત લહેર ફેલાઈ છે. ડાંગમાં વરસાદી માહોલમાં પૂર્ણા નદીનાં વહેણમાં ખાતળ ગામ વૃદ્ધ તણાઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું છે.

 ડાંગ જિલ્લામાં એક સપ્તહથી  સારો વરસાદ વરસી રહ્યો છે. બુધ અને ગુરૂવારે ડાંગના વઘઇ તાલુકાનાં ખાતળ અને માછળી સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા આ વિસ્તારને જોડતી પૂર્ણા નદીનું જળસ્તરે વધ્યું હતું.  વઘઇ તાલુકાનાં ખાતળ ગામનાં રાયલ્યાભાઈ જાનુભાઈ પવાર તથા તેની પત્ની નાયજીબેન પવાર તેમના પાડા શોધવા માટે જંગલમાં ગયા હતા. આ સમયે રાયલ્યાભાઈ પવાર ખોપરીઆંબા ગામનાં ફાટક પાસે  પૂર્ણા નદી ઓળંગવાનો પ્રયાસ કરતા તણાયા હતા.

 સ્માર્ટ ગ્રીન લાઇબ્રેરી પ્રોજેક્ટની ગતિવિધિઓ તેજ બનાવાઈ

ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી એવા સચિવ અશ્વિનીકુમારના આદિવાસી વિસ્તારોમા સ્માર્ટ ગ્રીન લાઇબ્રેરી કન્સેપ્ટના પ્રોજેક્ટના સંદર્ભમા ગ્રંથાલય ખાતા નિયામક  ડો.પંકજ ગોસ્વામીએ આહવા તથા વઘઇની મુલાકાત લીધી હતી. આ વેળા ગુજરાત સરકારના આદિવાસી વિસ્તારોમા સ્માર્ટ ગ્રીન લાઇબ્રેરી કન્સેપ્ટના પ્રોજેક્ટ સહિત હાલના ગ્રંથાલયો અને સૂચિત નવા બાંધકામના પ્રોજેક્ટની વિવિધ કામગીરી માટે ગ્રંથાલયના અધિકારીઓએ જિલ્લા કલેકટર  ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ સાથે રૂબરૂ મુલાકાત કરી જરૂરી પરામર્શ કર્યો હતો.

તાલુકા ગ્રંથાલય તથા જિલ્લા ગ્રંથાલયના સૂચિત બાંધકામની સાઇટ ઉપરની જમીનનુ નિરીક્ષણ કરી કલેકટરશ્રી સાથે વધઇ તાલુકા લાયબ્રેરી માટે ફાળવેલ જમીનમા થયેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવા બાબતે પણ ચર્ચા કરવામા આવી હતી. ઉપરાંત આહવા ખાતે જિલ્લા ગ્રંથાલયના બાંધકામ માટે જરૂરી જમીન સંપાદન કરવા બાબતે પણ રજૂઆત કરી હતી.

 

Next Article