Dang : સંકલન સમિતિની બેઠકમાં પ્રજાની સુખાકારી માટે યોજનાઓનો મહત્તમ લાભ પ્રદાન કરવા સૂચના અપાઈ

|

May 23, 2022 | 9:53 AM

ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદે વન અધિકાર અધિનિયમ હેઠળ સરકારી કચેરીઓ દ્વારા માંગવામા આવતી જમીન બાબતે જરૂરી દસ્તાવેજી અને પુરાવા સહિત ચેકલીસ્ટ રજુ કરવાની કામગીરી પૂર્ણ કરવા બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ.

Dang : સંકલન સમિતિની બેઠકમાં પ્રજાની સુખાકારી માટે યોજનાઓનો મહત્તમ લાભ પ્રદાન કરવા સૂચના અપાઈ
ડાંગ ખાતે સંકલન સમિતિની બેઠક મળી

Follow us on

ડાંગ(Dang) જિલ્લાની સરકારી ક્ચેરીઓના બાકી સરકારી લેણાંની વસુલાત માટે હકારાત્મક પ્રયાસો અંગે માહિતી મેળવી સાથે ડાંગ કલેકટર ભાવિન પંડયાએ નાગરિક અધિકાર પત્ર અને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળતી અરજીઓનો સમય મર્યાદામા નિકાલ કરવાની સૂચના આપી હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમા અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતા કલેકટરે સરકારી મિલકતોની વિગતો સત્વરે નિયત પત્રકોમા પુરી પાડવાઆદેશ કર્યો હતો.

સુજલામ સુફલામ જળસંચય અભિયાન સહિત અમૃત સરોવરની ચાલી રહેલી કામગીરીની પ્રગટોની જિલ્લા કલેકટરે માહિતી મેળવી હતી. ડાંગ કલેકટર ભાવિન પંડયાએ વન અધિકારી અધિનિયમ હેઠળની જમીન માંગણીની અરજીઓ, જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવ સાથે ધીમી કામગીરીના કારણે ઉભા થતા પ્રશ્નો સહિતના મામલે જરૂરી પરામર્શ કરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

સંકલનની બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપીન ગર્ગએ ભારત સરકારની અમલી જુદી જુદી મહત્વાકાંક્ષી યોજનાઓની લક્ષપૂર્તિ સાથે આગામી દિવસોમા આ સંદર્ભે યોજાનાર કાર્યક્રમ સંબંધિત જાણકારી પુરી પાડી હતી. બેઠકનું સંચાલન કરતા નિવાસી અધિક કલેકટરશ્રી પી.એ.ગાવિતે અધિકારીઓને જરૂરી માહિતી અને તેની પ્રગતિ જણાવી હતી. ડાંગ જિલ્લાના લોકાર્પણ અને ખાતમુહુર્ત અંગેના કામોની લેટેસ્ટ વિગતો અધિકારીઓ સમક્ષ રજુ કરવા સાથે બેઠકના નિયમિત મુદ્દાઓની વિગતો પુરી પાડી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદે વન અધિકાર અધિનિયમ હેઠળ સરકારી કચેરીઓ દ્વારા માંગવામા આવતી જમીન બાબતે જરૂરી દસ્તાવેજી અને પુરાવા સહિત ચેકલીસ્ટ રજુ કરવાની કામગીરી પૂર્ણ કરવા બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમા પ્રાયોજના વહિવટદાર કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી, પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા સહિત જિલ્લાના જુદા જુદા વિભાગ અને કચેરીઓના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

સરિતા ગાયકવાડને નલ સે જળ યોજના હેઠળ પાણી મળ્યું

સરિતા ગાયકવાડને ગોલ્ડ મેડલ માટે જેટલો સંઘર્ષ નહીં કરવો પડ્યો હોય તેટલો સંઘર્ષ તેને ઘરે બેઠા પાણીનું જોડાણ મેળવવા કરવો પડ્યો છે. આજથી 2 વર્ષ અગાઉ સરિતાએ એક વીડિયો દ્વારા પાણીના પ્રશ્નની વિકરાળ સ્થિતિ સરકાર સમક્ષ રજૂ કરી હતી. સરિતાએ પાણીના પ્રશ્નના ઉકેલ માટે તંત્રને વિનંતી કરી હતી.આખરે 2 વર્ષ બાદ તંત્ર સફાળુ જાગ્યું અને સરિતાના ગામમાં “નલ સે જલ યોજના” દ્વારા પાણીનું જોડાણ આપ્યું છે. સરિતા સહિત અનેક પરિવારોની મહિલાઓના સંઘર્ષનો અંત આવ્યો છેજે પહેલા પાણી માટે દર-દર ભટકતી હતી.

Published On - 9:49 am, Mon, 23 May 22

Next Article