ડાંગમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ, જિલ્લાના ત્રણે તાલુકામાં જનજીવન ઉપર માઠી અસર

|

Aug 02, 2019 | 2:54 AM

ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લાના ત્રણે તાલુકામાં જનજીવન ઉપર માઠી અસર જોવા મળી છે. જિલ્લાના વઘઇ અને સુબિર તાલુકામાં વીજળી ગૂલ થવાની અનેક ફરિયાદો સામે આવી છે. છેલ્લા એક સપ્તાહથી 24 કલાકમાં માત્ર 2 કલાક વીજ પુરવઠો મળતો હોવાનો રહીશોનો આક્ષેપ છે. વારંવાર વીજળી ગૂલ થતાં સ્થાનિકોને […]

ડાંગમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ, જિલ્લાના ત્રણે તાલુકામાં જનજીવન ઉપર માઠી અસર
Dang Rain

Follow us on

ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લાના ત્રણે તાલુકામાં જનજીવન ઉપર માઠી અસર જોવા મળી છે. જિલ્લાના વઘઇ અને સુબિર તાલુકામાં વીજળી ગૂલ થવાની અનેક ફરિયાદો સામે આવી છે. છેલ્લા એક સપ્તાહથી 24 કલાકમાં માત્ર 2 કલાક વીજ પુરવઠો મળતો હોવાનો રહીશોનો આક્ષેપ છે. વારંવાર વીજળી ગૂલ થતાં સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. રાત્રે લાઈટ જતાંની સાથે જ આ ગામોમાં અંધારા પટ છવાઈ જાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચોઃ જાણો MS ધોની શ્રીનગરમાં આર્મી જવાનો સાથે શું કામ કરે છે? એક ફોટો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એકતરફ વીજ પુરવઠો ન મળવાથી સ્થાનિક લોકો પરેશાન છે. તો બીજી તરફ સતત વરસાદને પગલે વિજકંપનીના કર્મચારીઓ પણ પોતાની મજબૂરી બતાવી રહ્યા છે. અને જંગલ તેમજ અંતરિયાળ વિસ્તારમાં કામ કરવામાં હાલાકી પડતી હોવાનું જણાવી રહ્યાં છે. કલકેટરે પણ પરિસ્થિતિ જોઈને અધિકારીઓને વહેલી તકે આ સમસ્યાથી લોકોને છૂટકારો મળે તે મુજબ કામ કરવાની સૂચના આપી છે. ત્યારે હવે મેઘ રાજા ખમૈયા કરે તેની સ્થાનિકો સહિત અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article