Dang : સાવધાન ! સાપુતારામાં જોખમી રીતે સેલ્ફી લેશો તો થશે પોલીસ કાર્યવાહી

|

Jun 29, 2021 | 9:21 PM

Dang : દુર્ઘટનાઓને રોકવા માટે ડાંગ જિલ્લામાં કોઇપણ સ્થળે ખાસ કરીને ટુરિસ્ટ સ્થળે સેલ્ફી લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Dang : સાવધાન ! સાપુતારામાં જોખમી રીતે સેલ્ફી લેશો તો થશે પોલીસ કાર્યવાહી
સાંકેતિક તસ્વીર

Follow us on

Dang : જો આપ સાપુતારા કે ડાંગ જિલ્લાના કોઇ ટુરિસ્ટ પ્લેસ પર જાવ છો અને સેલ્ફી લેશો તો આપને ભારે પડી શકે છે. આપના પર પોલીસ કાર્યવાહી કરી શકે છે. ન માત્ર ટુરિસ્ટ પ્લેસ પણ ડાંગ જિલ્લાના કોઇપણ જાહેર સ્થળ પર સેલ્ફી ક્લિક કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જો સેલ્ફી ક્લિક કરશો તો આપના પર ગુનો દાખલ થઇ શકે છે .

આપને જણાવી દઇએ કે 23 જૂને ડાંગના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ ટી. કે. ડામોર દ્વાર જાહેર સ્થળ પર સેલ્ફી ક્લિક કરવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા ચોમાસા દરમિયાન પાણીમાં પ્રવેશવા, ન્હાવા તેમજ કપડા ધોવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાણી સાથે જોડાયેલી દુર્ઘટના રોકવા માટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડાંગ રાજ્યનો એવો પહેલો જિલ્લો છે જ્યાં જાહેર સ્થળ પર ખાસ કરીને ટુરિસ્ટ પ્લેસ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે ચોમાસામાં અનેક ટુરિસ્ટ સાપુતારા જતા હોય છે અને કુદરતના સૌંદર્યને નિહાળતા હોય છે. જોકે આ દરમિયાન કેટલાક લોકો બેદરકાર રહીને સેલ્ફી લેતા હોય છે જેના કારણે તેમનો જીવ પણ  જતો રહે છે. તેથી આ પ્રકારની દુર્ધટનાઓ ન બને તે માટે સેલ્ફી ક્લિક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આપને જણાવી દઇએ કે 2019 માં પણ તંત્ર દ્વારા સાપુતારા-વઘઇ હાઇવે પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કોરોનાના કારણે લાગેલા કડક નિયમો હળવા થતા પર્યટકોનો ધસારો સાપુતારામાં જોવા મળી રહ્યો છે. પર્યટકો કુદરતી સૌંદર્ય માણવા માટે સાપુતારા પહોંચી રહ્યા છે.

Published On - 9:20 pm, Tue, 29 June 21

Next Article