Ahmedabad એરપોર્ટ પર ભારે પવનથી એરક્રાફ્ટને થયું નુકશાન, જાણો વિગતે

|

Jun 17, 2021 | 8:43 PM

બુધવારે રાત્રે અમદાવાદ(Ahmedabad)માં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને કારણે અમદાવાદ એરપોર્ટ(Airport)પર પાર્ક કરાયેલા 5 એરક્રાફ્ટ(Aircraft)માં નુકસાન થયું છે.

Ahmedabad  એરપોર્ટ પર ભારે પવનથી એરક્રાફ્ટને થયું નુકશાન, જાણો વિગતે
Ahmedabad એરપોર્ટ પર ભારે પવનથી એરક્રાફ્ટને થયું નુકશાન

Follow us on

ગુજરાતમાં ભલે નૈઋત્યનું ચોમાસુ આગળ ન વધી રહ્યું હોય પરંતુ સાયકલોનીક સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં બુધવારે રાત્રે અમદાવાદ(Ahmedabad)માં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને કારણે અમદાવાદ એરપોર્ટ(Airport)પર પાર્ક કરાયેલા 5 એરક્રાફ્ટ(Aircraft)માં નુકસાન થયું છે.

એરપોર્ટ પર પાર્ક કરાયેલા 5 એરક્રાફ્ટમાં નુકસાન

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેને કારણે અમદાવાદ એરપોર્ટ(Airport) પર પાર્ક કરાયેલા 5 એરક્રાફ્ટ(Aircraft)માં નુકસાન થયું છે. એરપોર્ટ પર લેન્ડિંગ તેમજ ટેકઓફ થતા એરક્રાફ્ટમાંથી મુસાફરોને ઉતરવા તેમજ ચડવા માટે પૈડાં વાળી સીડી (લેડર) નો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ સીડી ભારે પવનના કારણે એરપોર્ટ રનવે પર ફંગોળાઈ હતી જે એરપોર્ટ(Airport)પર પાર્ક કરાયેલા વિવિધ એરક્રાફ્ટ(Aircraft) સાથે ટકરાઈ હતી જેને કારણે એરક્રાફ્ટની વીંગ્સ (પાંખ) માં નુકશાન થયું છે.

સ્ટાફની  કોઈ જાનહાની  નહિ 

ગઈકાલે જ્યારે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તૈનાત CISFનો સ્ટાફ રન પર દોડી આવ્યો હતો. જેમણે વિવિધ સીડીને સલામત સ્થળે ખસેડી દીધી હતી. જો કે તે દરમ્યાન જ પાર્કિંગ એરિયાની બાજુમાં પડેલી સીડી હવામાં ફંગોળાઈ હતી જેને કારણે ગો એર, સ્પાઇસ જેટ તેમજ ઇન્ડિગોની એરલાઇન્સને નુકસાન થયું હતું.જો કે આ ઘટનામાં સ્ટાફની કોઈ જાનહાની નહોતી થઈ.

Published On - 8:34 pm, Thu, 17 June 21

Next Article