3 કરોડનું કૌભાંડ : દાહોદ DEO ઓફીસમાં GPF ફંડનું 3 કરોડથી વધુનું કૌભાંડ, ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી

3 કરોડનું કૌભાંડ : દાહોદ DEO ઓફીસમાં GPF ફંડનું 3 કરોડથી વધુનું કૌભાંડ, ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 11:50 AM

ગાંધીનગરની ટીમે જ્યારે ઓડિટ કર્યું ત્યારે ઈશ્યુ કરાયેલા ચેક અને ટ્રેઝરી પાસબુકની એન્ટ્રીમાં કેટલીક અનિયમિતતા સામે આવી છે.

DAHOD : દાહોદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જીપીએફ ફંડની રકમના ઉપાડમાં 3 કરોડથી વધુનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે.ગાંધીનગર સ્પેશિયલ ઓડિટની ટીમે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી. પ્રારંભિક તપાસમાં દોઢસો જેટલા શિક્ષકોના દસ્તાવેજોની ચકાસણીમાં 3 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.ગાંધીનગરની ટીમે જ્યારે ઓડિટ કર્યું ત્યારે ઈશ્યુ કરાયેલા ચેક અને ટ્રેઝરી પાસબુકની એન્ટ્રીમાં કેટલીક અનિયમિતતા સામે આવી છે. ઝીણવટ ભરી તપાસ કરતા સિલક અને વ્યાજની રકમમાં પણ તફાવત હોવાનું સામે આવ્યું છે.

આ અંગે દાહોદના હાલના જિલ્લા શિક્ષણાધિકારી કે.જી. દવે એ જણાવ્યું કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કમર્ચારીઓના અંશતઃ ઉપાડ અને આખરી ઉપાડની કામગીરી કરાવતા પહેલા પ્રિ-ઓડીટ સંદર્ભેની નિયમિત કામગીરી કરવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન વર્ષ 2006-07 થી 1018-19 દરમિયાન હિસાબોમાં કેટલાક પ્રકારની અનિયમિતતાઓ જોવા મળી છે.

આ પણ વાંચો : AHMEDABAD : ટૂંક સમયમાં હેલિકોપ્ટરની જોય રાઈડ, એર એમ્બ્યુલન્સ અને સી-પ્લેન સહિતની સુવિધાઓ શરૂ થશે

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાના 14 કેસની મેડીકલ હિસ્ટ્રીમાં ચોંકાવનારા ખુલાસા થયા

g clip-path="url(#clip0_868_265)">