Dahod: શહેરના ભરચર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી થતા ચપ્પુના ધા ઝીકી એક વ્યક્તિની હત્યા કરાઇ

|

May 22, 2022 | 6:10 PM

બે મોટરસાઈકલ અથડાઈ જવાથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં એક બાઈલ ચાલક ઉશ્કેરાઈ જતાં તેણે પોતાના પેન્ટમાં સંતાડી રાખેલા છરો કાઢી યુનુસભાઈના પેટમાં અને છાતીના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી દેતા યુનુસભાઈ સ્થળ પર જ ફસડાઇ ને જમીન પર પડ્યા હતા.

Dahod: શહેરના ભરચર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી થતા ચપ્પુના ધા ઝીકી એક વ્યક્તિની હત્યા કરાઇ
Dahod A man was killed

Follow us on

દાહોદ (Dahod) શહેરના સતત ટ્રાફિક (Trafic) થી ધમધમતા એવા કુકડાચોક ખાતે સમી સાંજે સાવ નજીવી બાબતે ઉપરા છાપરી ચાકુના ઘા ઝીકી એક વ્યક્તિની નિર્મમ હત્યાં (Murder) કરી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યું છે. સામાન્ય રીતે ટ્રાફિક જામમાં અકસ્માતને નજીવું કારણ હત્યાં માટે દર્શાવાઈ રહ્યું છે. ત્યારે પ્રત્યક્ષ દર્શિયો અને ઘટના સ્થળે ઉમટી પડેલા લોકટોળાએ આ હત્યાં ટાર્ગેટ કિલિંગ હોવાનું કે કોઈ અદાવતે થયાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે પોલીસ માટે પણ આ હત્યાં સોપારી લઈને કરાઈ છે. કે કેમ.? તે ઘનિષ્ટ તપાસનો વિષય બની જવા પામેલ છે. જોકે પોલીસે CCTV ફૂટેજમાં મળી આવેલો બાઈક નંબરના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ત્યારે હત્યાં સંદર્ભે અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આજે સાંજે 6ના સુમારે ઉચવાણીયા વાળા રોડ હમીદી મોહલ્લાના રહેવાસી યુનુસભાઇ અકબરભાઈ હમિદ એમ જી રોડ થઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે ગોધરા રોડ તરફથી એક મોટરસાઇકલ સવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે યુનુસભાઇની મોટરસાઇકલ અને ગોધરારોડ તરફથી આવતી મોટરસાઇકલ કુકડાચોક સાથે અથડાઈ હતી. આ સમયે બન્ને બાઈક ચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે અને તે સમયે ગોધરારોડથી આવતા ઈસમે પોતાના પેન્ટમાં સંતાડી રાખેલા છરો કાઢી યુનુસભાઈના પેટમાં અને છાતીના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી દેતા યુનુસભાઈ સ્થળ પર જ ફસડાઇ ને જમીન પર પડ્યા હતા. તો ખુબજ આક્રોશમાં જણાતા હુમલાખોરે યુનુસભાઈના પેટમાં તેમજ મોઢાના ભાગે લાતો પણ મારી હોવાનું જાણમાં આવ્યું છે.

બનાવની ગંભીરતા જોતા અફરાતફરીના માહોલ વચ્ચે ટ્રાફિકથી સતત ધમધમતા ઘટના સ્થળની આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી. તો ગણતરીની સેકન્ડોમાં કોઈક કંઈક સમજે તે પહેલા જ હત્યારો ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. વાયુવેગે નગરમાં વાત ફેલાતા બનાવ સ્થળે ભારે લોકટોળા ઉમટી જવા પામ્યા હતા. જયારે બનાવ સ્થળે આવી પહોંચેલી પોલીસે હુમલાનો ભોગ બનેલા યુનુસભાઈ ને સારવાર અર્થે જનરલ હોસ્પીટલ ખાતે મોકલી દેવાયા હતા. જ્યા ફરજ પરના તબિબોએ યુનુસભાઇને મૃત જાહેર કર્યો હતો. આમ સમી સાંજે બનેલા હત્યાંના બનાવથી સમગ્ર પંથકમાં એક પ્રકારના ભય સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દાહોદ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા એવા કુકડાચોક (વલ્લભચોક ) ખાતે સમી સાંજે સાવ નજીવી બાબતે ઉપરા છાપરી ચાકુના ઘા ઝીકી એક ઈસમની નિર્મમ હત્યાં કરી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યું છે. સામાન્ય રીતે ટ્રાફિક જામનો અકસ્માતનુ નજીવું કારણ હત્યાં માટે દર્શાવાઈ રહ્યું છે. ત્યારે પ્રત્યક્ષ દર્શિયો અને ઘટના સ્થળે ઉમટી પડેલા લોકટોળાએ આ હત્યાં ટાર્ગેટ કિલિંગ હોવાનું કે કોઈ અદાવતે થયાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે પોલીસ માટે પણ આ હત્યાં સોપારી લઈને કરાઈ છે. કે કેમ.? તે ઘનિષ્ટ તપાસનો વિષય બની જવા પામેલ છે.જોકે પોલીસે CCTV ફૂટેજ મળી આવેલો બાઈક નંબરના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ત્યારે હત્યાં સંદર્ભે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મળતી માહિતી મુજબ આજે સમી સાંજે 6 ના સુમારે ઉચવાણીયા વાળા રોડ હમીદી મોહલ્લાના રહેવાસી યુનુસભાઇ અકબરભાઈ હમિદ (ખાટી ભાજી) એમ જી રોડ થઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે ગોધરા રોડ તરફથી એક મોટરસાઇકલ સવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે યુનુસભાઇની મોટરસાઇકલ અને ગોધરારોડ તરફથી આવતી મોટરસાઇકલ કુકડાચોક (વલ્લભ ચોક) પર અથડાઈ હોવાનું કેહવાઈ રહ્યું છે. આ સમયે બન્ને બાઈક ચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાનું કેહવાઈ રહ્યું છે.અને તે સમયે ગોધરારોડથી આવતા ઈસમે પોતાના પેન્ટમાં સંતાડી રાખેલા છરો કાઢી યુનુસભાઈના પેટમાં ને છાતીના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી દેતા યુનુસભાઈ સ્થળ પર જ ફસડાઇ ને જમીન પર પડ્યા હતા. તો ખુબજ આક્રોશમાં જણાતા હુમલાખોરે યુનુસભાઈના પેટમાં તેમજ મોઢાના ભાગે લાતો પણ મારી હોવાનું જાણમાં આવ્યું છે.

બનાવની ગંભીરતા જોતા અફરાતફરીના માહોલ વચ્ચે ટ્રાફિકથી સતત ધમધમતા ઘટના સ્થળની આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી. તો ગણતરીની સેકન્ડોમાં કોઈક કંઈક સમજે તે પહેલા જ હત્યારો ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સબન્ધે વાયુવેગે નગરમાં વાત ફેલાતા બનાવ સ્થળે ભારે લોકટોળા ઉમટી જવા પામ્યા હતા. જયારે બનાવ સ્થળે આવી પહોંચેલી પોલીસે હુમલાનો ભોગ બનેલા યુનુસભાઈ ને સારવાર અર્થે જનરલ હોસ્પીટલ ખાતે મોકલી દેવાયા હતા. જ્યા ફરજ પરના તબિબોએ યુનુસભાઇને મૃત જાહેર કર્યો હતો. આમ સમી સાંજે બનેલા હત્યાંના બનાવથી સમગ્ર પંથકમાં એક પ્રકારના ભય સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.

Next Article