Dahod : રણીયાર ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન

|

Mar 09, 2023 | 8:46 AM

ઝાલોદ તાલુકાના રણીયાર ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. ચુલના મેળામાં અહીંના લોકો ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પુરી કરી હતી.

Dahod : રણીયાર ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન

Follow us on

દાહોદ જિલ્લામાં ધુળેટીની પરંપરાગત અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઝાલોદ તાલુકાના રણીયાર ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. ચુલના મેળામાં અહીંના લોકો ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પુરી કરી હતી. આ મેળામાં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવા માટે રાખવામાં આવે છે.

આ પણ વાંચો : Dahod : માવઠાની આગાહીને પગલે ખુલ્લા અનાજને સુરક્ષિત મૂકવાની ખેતીવાડી અધિકારીએ આપી સૂચના

આ ચૂલમાં ચાલવા માટે બાજુમા આવેલા તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચુલના ફેરા ફરે છે અને ત્યારબાદ પોતાની માનતા પુરી કરવા માટે લોકો ધગધગતા અંગારામા ચાલતા હોય છે. ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલતા લોકોને કોઈપણ જાતની ઈજાઓ થતી નથી કે પગમાં છાલા પણ પડ્તા નથી. આવી પરંપરા જોવા અને મેળાનો લાભ લેવા લોકો દૂર-દૂરથી અહીં આવી ધુળેટીનો તહેવાર રણછોડરાયના સાંનિધ્યમાં ઉજવતા હોય છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

માનતા શા માટે માને છે

દાહોદના આદિવાસીઓ વર્ષોથી તેમની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ સાચવી રાખી છે. આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર હોળીનો હોય છે અને આ હોળીના તહેવારમાં આદિવાસી સમાજનો કોઈ પણ વ્યક્તિ દેશનાં કોઈ પણ ખૂણામાં ગયો હોઈ તે અવશ્ય પોતાના માદરે વતનમાં આવતા હોય છે.આદિવાસી લોકોને પ્રકૃતિ પૂજક માનવામાં આવે છે. તેમની આસ્થા અને માન્યતાઓ વિભિન્ન પ્રકારની હોઈ છે. બિમારીથી છૂટકારો મેળવવા ,કામધંધા અને ખેતીમાં સારી આવક થાય તે માટે તેમના ઇસ્ટદેવની માનતા લેતા હોય છે.

છોટા ઉદેપુરના ગામોમાં ચુલનો મેળો

હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાં ચુલનાં મેળા ભરાય છે. ચુલ એટલે કે એક ફૂટ પહોળો અને પાંચ થી છ ફૂટ જેટલો ખાડો ખોદે છે તેમાં હોળીના અંગારા અને કોલસા નાખવામા આવે છે. જેની બાધા પૂર્ણ થઈ હોઈ તે વ્યક્તિ ધકધક્તા અંગારા પર તલવાર અને નાળિયેર લઈ ને ચાલે છે. બાધા લેનાર વ્યક્તિ જે અંગારા પર ચાલે છે તેમની આ પરંપરા આસ્થા સોથે જોડાયેલી હોય છે. છોટાઉદેપુર ખાતે આવોજ મેળો યોજાયો હતો. જ્યા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યા તેમની વર્ષોની પરંપરા મુજબ ઢોલ ત્રાશા અને પીહા વગાડી નાચગાન કરી આ હોળી જ્યાં સળગાવવામાં આવે છે ત્યાં ફેરા લે છે અને જે લોકો એ બધા લીધી હોઈ તે અહીં તેઓ પૂર્ણ કરતા હોય છે.

Published On - 8:18 am, Thu, 9 March 23

Next Article