AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના આ શહેરમાં પાણીનો બગાડ કરનારને કરાશે દંડ

ગુજરાતમાં પાણીની સમસ્યાને લઈને હાલ પરિસ્થિતિ વિકટ છે. ગામડાઓમાં લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે જેને લઈને દાહોદમાં પાણીને વેડફાટને લઈને એક નિર્ણય કરાયો છે. જેમાં પાણીનો બગાડ કરવા બદલ દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના ઘણાં શહેરોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે અને તેના લીધે હવે પાણીનું મહત્ત્વ લોકોની સાથે તંત્રને પણ […]

ગુજરાતના આ શહેરમાં પાણીનો બગાડ કરનારને કરાશે દંડ
| Updated on: May 20, 2019 | 2:05 AM
Share

ગુજરાતમાં પાણીની સમસ્યાને લઈને હાલ પરિસ્થિતિ વિકટ છે. ગામડાઓમાં લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે જેને લઈને દાહોદમાં પાણીને વેડફાટને લઈને એક નિર્ણય કરાયો છે. જેમાં પાણીનો બગાડ કરવા બદલ દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના ઘણાં શહેરોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે અને તેના લીધે હવે પાણીનું મહત્ત્વ લોકોની સાથે તંત્રને પણ સમજાયું છે. દાહોદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે કે જે પણ પાણીનો બગાડ કરશે તેની સામે પગલાં લેવામાં આવશે. આટલું જ નહીં આર્થિક દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં કોઈ પાણીનો વેડફાટ કરશે તેની સામે પ્રથમ વખત 250થી 300 રુપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જો ફરીથી એ જ વ્યક્તિ જો પાણીનો વેડફાટ કરતાં પકડાશે તો તેમની સામે આકરા પગલાં રુપે નોટિસ વિના પાણીનું કનેકશન પણ કાપી નાખવામાં આવશે.

દાહોદના ગામડાઓમાં ખાસ કરીને પાણીને લઈને પરિસ્થિતિ વિકટ બની છે. અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને આવા સમયે કોઈ પાણીનો વેડફાટ ન કરે તેના માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. દાહોદને પાણી કડાણા બંધ અને પાટા ડુંગરી નહેરમાંથી આપવામાં આવે છે અને ત્યાં પાણીનો જથ્થો ઓછો છે. આમ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">