Cyclone Tauktae in Gujarat : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસ આ રીતે અસર કરશે વાવાઝોડું

|

May 17, 2021 | 3:54 PM

વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તાર ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં પણ જોવા મળશે. જેમાં અમદાવાદ શહેરમાં પણ 20 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બે ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ગરમીના પારામાં 4 થી 10 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

Cyclone Tauktae in Gujarat : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસ આ રીતે અસર કરશે વાવાઝોડું
Ahmedabad Rain ( File Photo )

Follow us on

Cyclone Tauktae ને ગુજરાતમાં ભારે પવન અને વરસાદની શક્યતાને પગલે હાઇ એલર્ટ જાહેર કરવા માં આવ્યું છે. તેમજ સીએમ રૂપાણીએ પણ લોકોને બે દિવસ કામ વિના બહાર ના નિકાળવા અપીલ કરી છે. જો કે આ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તાર ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં પણ જોવા મળશે. જેમાં અમદાવાદ શહેરમાં પણ 20 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બે ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ગરમીના પારામાં 4 થી 10 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ CycloneTauktaeની ત્રણ દિવસ સુધી અસર જોવા મળવાની છે. જેમાં તારીખવાર વાવાઝોડાની અસર પર નજર કરીએ .

17 મે 2021 સોમવાર-
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, આણંદ, ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણમાં છુટોછવાયો વરસાદ વરસશે. વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લના કેટલાક વિસ્તારમાં બારે વરસાદ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

18 મે 2021- મંગળવાર
ભાવનગર, અમરેલી બોટાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે. આણંદ,અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ
સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ અને દિવમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહિસાગર, ખેડા, સુરત, ભરૂચ અને વડોદરા, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

19 મે 2021 બુધવાર
બનાસકાંઠા, સાબરકાંઠા મહેસાણા અને કચ્છ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હાલ ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે  વાવાઝોડું  ટકરાશે દિવથી 20 કિમી પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક હશે કે જે વધીને 185 કિમી કલાક થઈ શકે છે.

Published On - 2:46 pm, Mon, 17 May 21

Next Article