Cyclone Tauktae Updates : ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની અસર શરૂ, દરિયાકાંઠે 70 કિ.મી.ની ઝડપે ફુકાતો પવન, તોફાની વરસાદ શરૂ

|

May 17, 2021 | 6:08 PM

Gujarat Cyclone Tauktae Latest News : તાઉ તે વાવાઝોડુ જેમ જેમ નજીક આવશે તેમ તેમ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આવેલ દરિયો તોફાની બનશે. દરિયામાં ભારે કંરટ પણ જોવા મળશે તેની સાથે દરિયામાં 3થી 4 મીટર ( 9થી 12 ફુટ ) ઊંચા મોજા ઉછળશે.

Cyclone Tauktae Updates : ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની અસર શરૂ, દરિયાકાંઠે 70 કિ.મી.ની ઝડપે ફુકાતો પવન, તોફાની વરસાદ શરૂ
ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની અસર શરૂ

Follow us on

અરબી સમુદ્રમાં તાઉ તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારેથી 100 કિલોમીટર દૂર હોવા છતા, ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે. તો ભારે તોફાની વરસાદ પણ વરસી રહ્યો છે.

ગુજરાતના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના જણાવ્યાનુસાર, તાઉ તે વાવાઝોડુ ભાવનગરના મહુવાથી પોરબંદર સુધીમાં દિવથી 20 કિલોમીટર પૂર્વ દિશામાં સોમવાર 17મી મેની રાત્રે ટકરાશે. વાવાઝોડુ જ્યારે જમીન ઉપર ટકરાશે ત્યારે પવનની ઝડપ 165 કિલોમીટરની હશે જે ક્યારેક વધીને 185 કિલોમીટર થવાની સંભાવના છે. તાઉ તે વાવાઝોડાની અસર આવતીકાલ સુધી ગુજરાતમાં વર્તાશે.

કયા જિલ્લામાં થશે અસર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પંકજ કુમારે જણાવ્યાનુસાર, તાઉ તે વાવાઝોડાની સૌથી વધુ અસર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સૌથી વધુ જોવા મળશે. આ ચાર જિલ્લામાં તોફાની પવન સાથે મૂશળધાર વરસાદ વરસવાની સંભાવના છે. આ ઉપરાંત ભરૂચ, આણંદ, અમદાવાદ જિલ્લાના દક્ષિણ વિસ્તાર, બોટાદ, દેવભૂમિ દ્વારાકા, જામનગર, રાજકોટ, ખેડા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પણ તાઉ તે વાવાઝોડાની ભારે અસર જોવા મળશે.

3થી 4 મીટર ઊચા મોજા
તાઉ તે વાવાઝોડુ જેમ જેમ નજીક આવશે તેમ તેમ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આવેલ દરિયો તોફાની બનશે. દરિયામાં ભારે કંરટ પણ જોવા મળશે તેની સાથે દરિયામાં 3થી 4 મીટર ( 9થી 12 ફુટ ) ઊંચા મોજા ઉછળશે. જેના કારણે કાંઠા વિસ્તારમાં દરિયાના પાણી ધૂસી જવાની સંભાવના છે. આ ઉપરાંત ભરૂચ, આણંદ અને અમદાવાદ જિલ્લાના દક્ષિણ ભાગમાં 2થી3 મીટર ઊંચા મોજા ઉછળશે.

કેટલાનુ કરાયુ સ્થળાંતર
તાઉ તે વાવાઝોડાની સંભવિત અસર પામનારા 17 જિલ્લામાં સવચેતીના પગલા લેવાયા છે. ગુજરાતના 17 જિલ્લાના 840 ગામમાંથી બે લાખ જેટલા લોકોનું અંદાજે 2000 આશ્રય સ્થાન ઉપર સલામત સ્થળાંતર કરાયું છે. સ્થળાતરીત કરાયેલા લોકોમાં સૌથી વધુ પાંચ જિલ્લાના લોકો છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ. અમરેલી, ભાવનગર સૌથી વધુ અસર પામનારા છે. આ પાંચ જિલ્લામાંથી 1.25 લાખ કરતા વધુનુ સ્થળાંતર કરાયુ છે.

ગુજરાતમાંથી દરિયામા માછીમારી કરવા ગયેલા 19811 માછીમારો પરત ફર્યા છે. ગુજરાતમાં નોંધાયેલી એક પણ બોટ હવે દરિયામાં નથી. તમામ બોટ કિનારે લાગરી ચૂકી છે. મીઠાના અગરમાં કામ કરતા 11 હજાર અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોખમી લાગતા 668 હંગામી સ્ટ્રકચરને તોડી પાડવામાં આવ્યા છે. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી11000થી વઘુ હોર્ડીગ્સને ઉતારી લેવાયા છે.

Next Article