Cyclone Tauktae Updates Gujarat: પોરબંદરમાં 2 હજાર લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર

|

May 16, 2021 | 4:10 PM

પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે

Cyclone Tauktae Updates Gujarat: પોરબંદરમાં 2 હજાર લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર

Follow us on

Cyclone Tauktae Updates Gujarat:  પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે. દરિયાકિનારાના 30 જેટલા ગામોને સાવચેત રખાયા છે.

 

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

પોરબંદરજિલ્લા અને ગ્રામ્ય કુલ વિસ્તારમાંથી 2 હજાર લોકોનું સ્થળાંતર આવ્યું છે તો જિલ્લાભરમાંથી કુલ 7 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાશે. માધવપુરના દરિયાકિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં રાહત અને બચાવ માટે NDRFની કુલ 3 કંપની અને SDRFની 1 કંપની તૈનાત કરવામાં આવી છે.

 

 

હાલમાં પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ છે, જો કે દરિયામાં હળવો કરંટ હોવાને લઈને સમુદ્રમાં 1થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. પોરબંદર ચોપાટી અને સમુદ્ર તટ પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે. હાલમાં પોરબંદરમાં ફિશિંગ બોટનો ખડકલો થયો છે. 5 હજાર જેટલી બોટ પોરબંદરના બંદરે લાંગરવામાં આવી છે. તાઉ તે વાવાઝોડાના સંકટને જોતા તમામ બોટ બંદર પર લંગારવામાં આવી છે.

 

 

ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઈને NDRF, SDRF અને વાયુસેના એલર્ટ મોડ પર છે. નવસારી જિલ્લા તંત્રએ લોકોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે અને 18 મેના રોજ પોરબંદર અને મહુવાના દરિયાકાંઠાને પસાર કરશે તેવી આગાહી IMD દ્વારા આપવામાં આવી છે.

 

 

પહેલા પોરબંદર અને નલિયા વચ્ચે ત્રાટકવાનું હતું વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

 

આ પણ વાંચો: Cyclone Tauktae Gujarat Update: તાઉ તે વાવાઝોડા સામે સજજ થયુ ગુજરાત, એક પણ મૃત્યુ ના થાય તેવુ કરાયુ આયોજન

Published On - 4:09 pm, Sun, 16 May 21

Next Article