Cyclone Tauktae Tracker and Updates Gujarat: ગુજરાત અને તાઉ તે વાવાઝોડા વચ્ચે નજીવું અંતર, બંદરો પર લાગ્યા 4 નંબરનાં સિગ્નલ, નિચાણ અને કાંઠા વિસ્તારનાં લોકોનું સ્થળાંતર શરૂ

Cyclone Tauktae Tracker and Updates Gujarat: ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે વેરાવળથી 310 કિમી દૂર રહી ગયું છે.

| Updated on: May 17, 2021 | 9:02 AM

Cyclone Tauktae Tracker and Updates Gujarat: ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે વેરાવળથી 310 કિમી દૂર રહી ગયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધરાત સુધીમાં તે પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાત પર તાઉ તે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડાથી થનારા નુકસાનને ટાળવા વ્યાપક તૈયારી કરી છે. ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકોનું  સ્થળાંતર કાલથી જ શરૂ કરાવી દેવામાં આવ્યું છે. કાચા અને પતરાવાળા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRFની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSFની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે

ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય ત્યારે વીજ પુરવઠાને અસર થવાની શક્યતા છે. રાજ્ય સરકારે 1500 જેટલી કોરોના હોસ્પિટલોને વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટર રાખવા સૂચના આપી છે. તો 100 થી વધુ ICU ઓન વહીલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન પુરવઠો પણ બે દિવસથી વધુ ચાલે તેટલો સ્ટોર કરવા આદેશ આપ્યા છે. જેથી વાવાઝોડાથી કોરોના દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન થાય.

તાઉ તે મુંબર્ઈ તરફ આગળ વધી રહ્યું છે અને એટલે જ મુંબઈમાં પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. માછીમારોને વાવાઝોડા અંગે જાગૃત કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ કોરોનાનો પ્રકોપ પણ મુંબઈમાં જોવા મળી રહ્યો છે અને જે કોવિડ સેન્ટરો મેદાનમાં બનાવવામાં આવ્યા છે તે દર્દીઓને નુકસાન ન પહોંચે એટલા માટે તેમને સુરક્ષીત સ્થળોમાં ખેસડવામાં આવ્યા છે.

તો બીજી તરફ મોટા વૃક્ષોને કાંપી નાંખવામાં આવ્યા છે જેથી વધુ નુકસાન ન થાય. સમુદ્ર કિનારે પોલીસની અને બચાવ ટૂંકડીની તૈનાતી કરી દેવામાં આવી છે અને કોઈપણ સ્થિતિને પહોંચવા માટે ટિમોને એલર્ટ કરી દેવામાં આવી છે. બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે, મુંબઈના કિનારાથી થોડી દુરથી વાવાઝોડુ પસાર થશે તેમ છતા તમામ તૈયારી કરી લેવાનો તંત્રએ દાવો કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">