Cyclone Tauktae: વડાપ્રધાન મોદી આવતીકાલે આવશે ગુજરાત, વાવાઝોડા બાદની સ્થિતિનું કરશે હવાઈ નિરીક્ષણ

|

May 18, 2021 | 9:30 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે અને વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. સવારે 11.30 કલાકે વડાપ્રધાન મોદી દિલ્હીથી ભાવનગર પહોંચશે.

Cyclone Tauktae: વડાપ્રધાન મોદી આવતીકાલે આવશે ગુજરાત, વાવાઝોડા બાદની સ્થિતિનું કરશે હવાઈ નિરીક્ષણ
File Image

Follow us on

રાજ્યમાં તાઉતે વાવાઝોડાએ તોફાન મચાવ્યું છે. ગઈકાલે દીવ, ઉના, પોરબંદર, ગીર સોમનાથમાં વાવાઝોડાએ તોફાન મચાવ્યા બાદ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિ.મી કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાના પગલે અમદાવાદમાં 5 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે.

 

 

ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે અને વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. સવારે 11.30 કલાકે વડાપ્રધાન મોદી દિલ્હીથી ભાવનગર પહોંચશે. ત્યારબાદ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. તે સિવાય દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી અધિકારીઓ સાથે પણ બેઠક કરશે.

 

Next Article