Cyclone Tauktae in Gujarat: વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના લોકોની વ્હારે આવી INDIAN ARMY

|

May 18, 2021 | 10:29 PM

જ્યારે પણ દેશ પર કુદરતી કે માનવરચીત સંકટ આવે છે, ત્યારે ભારતીય સેનાના (Indian Army) જવાનો ખડે પગે હોય છે. ચક્રવાત તાઉ તે'થી પ્રભાવિત થયેલા લોકોની મદદે ભારતીય સેના મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Cyclone Tauktae in Gujarat: વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના લોકોની વ્હારે આવી INDIAN ARMY

Follow us on

Cyclone Tauktae in Gujarat: જ્યારે પણ દેશ પર કુદરતી કે માનવરચીત સંકટ આવે છે, ત્યારે ભારતીય સેનાના (Indian Army) જવાનો ખડે પગે હોય છે. ચક્રવાત તાઉ તે’થી પ્રભાવિત થયેલા લોકોની મદદે ભારતીય સેના મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. સેનાની અલગ અલગ ટુકડીઓ સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધીને આમ જનતા સુધી મદદ પહોચડવા માટે કોઈ જ કસર નથી છોડી રહ્યા.

 

સેનાની ટુકડીઓએ ગોર કાળા અંધારામાં પણ તોફાની વાવાઝોડાનો સામનો કરીને અસરગ્રસ્તોને મદદ પહોંચાડી છે અને રાહતના કાર્યો કર્યા છે અને લોકોની અવર-જવર માટે થઈને દીવ-સોમનાથ વચ્ચેના રસ્તાને રાતો રાત સાફ કરી દીધો હતો. કોનાર્ક કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટનન્ટ જનરલ પી.એસ. મીનહસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે સેનાના જવાનોને પહેલેથી જ કોવિડ જેવી મહામારીને પહોંચી વળવા આહ્વાન કર્યું હતું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

 

સેના દ્વારા વસ્તી સ્થળાંતર, તાજા પાણી, ખોરાક, દવા અને કેમ્પિંગ વિસ્તારો / આશ્રયસ્થાનોની જોગવાઈના સંદર્ભમાં સહાયની જરૂરિયાત પૂરી કરવામાં આવી છે અને તે તમામ કોવિડ પ્રોટોકોલોને જાળવી રાખીને 24 કલાક કામ કરે છે. કોરોના દર્દીઓના સ્થળાંતરના સંદર્ભમાં તાત્કાલિક તબીબી સહાયનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

 

લેફ્ટનન્ટ જનરલ જે.એસ. નૈન, GOC-in-C, દક્ષિણી કમાન્ડ, દીવના લેફ્ટનન્ટ ગવર્નર પ્રફુલ પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે વાત કરી અને તેમને દક્ષિણી આર્મી દ્વારા સિવિલ વહીવટને સંપૂર્ણ સમર્થન આપવાની તેમજ વિનાશક તાઉ તે ચક્રવાતથી પ્રભાવિત પ્રદેશમાં સામાન્યતા પુન:સ્થાપિત કરવા ખાતરી આપી.

 

આ પણ વાંચો: Cyclone Tauktae: વડાપ્રધાન મોદી આવતીકાલે આવશે ગુજરાત, વાવાઝોડા બાદની સ્થિતિનું કરશે હવાઈ નિરીક્ષણ

Next Article