Cyclone Tauktae : સીએમ રૂપાણીએ કહ્યું સમગ્ર તંત્ર સાબદું, ઝીરો કેઝ્યુઆલીટી એપ્રોચને પ્રાથમિકતા

|

May 15, 2021 | 8:02 PM

ગુજરાત પર આવી રહેલા સંભવિત Cyclone Tauktae ની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં મળી હતી.મુખ્યમંત્રીશ્રીએ ઝીરો કેઝ્યુઆલીટી એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે

Cyclone Tauktae : સીએમ રૂપાણીએ કહ્યું સમગ્ર તંત્ર સાબદું, ઝીરો કેઝ્યુઆલીટી એપ્રોચને પ્રાથમિકતા
ગુજરાત પર સંભવિત વાવાઝોડાને સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

Follow us on

Cyclone Tauktae : ગુજરાત પર આવી રહેલા સંભવિત Cyclone Tauktae ની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં મળી હતી. જેની બાદ સીએમ રૂપાણીએ આ અંગે ફેસબુકમાં લાઇવમાં બેઠકમાં કરાયેલી સમીક્ષા અંગે વિગતો આપી  હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઝીરો કેઝ્યુઆલીટી એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે. કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીએ  સૂચના  આપી હતી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ બેઠકમાં શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રી મુખ્ય અગ્રસચિવ  કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ  પંકજ કુમાર અને  એમ. કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ  ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા.

Published On - 7:52 pm, Sat, 15 May 21

Next Article