VIDEO: ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

|

Jun 01, 2020 | 3:58 AM

ગુજરાતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. 1 જૂન સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર દિશા તરફ આગળ વધશે. બીજી જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ અને 3 જૂનના ગુજરાતના દરિયાકિનારે પહોંચશે. જેના પગલે આગામી 4-5 જૂનના ગુજરાતના […]

VIDEO: ગુજરાતમાં ‘નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Follow us on

ગુજરાતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. 1 જૂન સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર દિશા તરફ આગળ વધશે. બીજી જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ અને 3 જૂનના ગુજરાતના દરિયાકિનારે પહોંચશે. જેના પગલે આગામી 4-5 જૂનના ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી સંભાવના છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં આજથી BRTS-AMTS બસ સેવા શરૂ, બસમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવામાન વિભાગે ગુજરાત-મહારાષ્ટ્ર્માં ‘પ્રી સાયક્લોનિક એલર્ટ’ જાહેર કરેલું છે. દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે અને ત્યારબાદના 24 કલાકમાં ‘નિસર્ગ’ ચક્રાવાતમાં ફેરવાય તેવી સંભાવના છે. રવિવારે સવારે 5:30ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ બીજી જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે ત્રીજી જૂનની સવારે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો 4 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, દમણ, દાદરા નગરહવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદની આગાહી છે. તો 5 જૂનના રોજ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદ પડી શકે છે.

 

Next Article