AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy : વાવાઝોડાને લઇને સરકાર એલર્ટ, સીએમ દરિયાકાંઠા વિસ્તારના જિલ્લા તંત્ર સાથે કરશે વિડિયો કોન્ફરન્સથી બેઠક

ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે. સીએમ સવારે 11.30 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજશે.

Cyclone Biparjoy : વાવાઝોડાને લઇને સરકાર એલર્ટ, સીએમ દરિયાકાંઠા વિસ્તારના જિલ્લા તંત્ર સાથે કરશે વિડિયો કોન્ફરન્સથી બેઠક
| Updated on: Jun 11, 2023 | 11:43 AM
Share

Cyclone Biparjoy : ગુજરાતના(Gujarat)  દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel ) બેઠક કરશે. સીએમ સવારે 11.30 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડિયો કોન્ફરન્સ થી બેઠક યોજશે. હાલ  વાવાઝોડુ પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છ નલિયાથી 610 કિલોમીટર દૂર છે.  તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાઇ  તેવી શકયતા છે.

સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને ગુજરાત સરકાર એલર્ટ બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે.હવામાન વિભાગની આગાહી અંતર્ગત દરિયા કિનારાના વિસ્તારોમાં મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.આ સાથે જિલ્લા કલેક્ટર અને DDOને વાવાઝોડા અંગેની SOP પણ આપવામાં આવી છે. જયારે એરફોર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.

વાવાઝાડોથી કોઈ નુકસાન ન થાય તે માટે NDRF, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના જવાનો સતર્ક છે. ગુજરાતના દરિયાકાંઠાના ગામ અને વિસ્તારોમાંથી જરૂર પડે લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર પણ કરવામાં આવશે. આ માટે વહીવટી તંત્રએ સલામત રોકાણના સ્થળો, ભોજનની વ્યવસ્થાની તૈયારી કરી છે.તો વીજળી, સિંચાઈ સહિતના વિવિધ સરકારી વિભાગો સતર્ક છે. અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">