પાક વીમાં અંગે કોંગ્રેસનો નવતર વિરોધ: સરકાર સામેના આક્ષેપો ગાડી પર લખ્યા, સમગ્ર રાજ્યમાં આ ગાડી ફેરવીને કરાશે વિરોધ પ્રદર્શન

|

Dec 24, 2019 | 10:05 AM

પાકવીમાને લઈ ખેડૂતો આક્રમક બન્યા છે,, તેવામાં પાકવીમા અંગે કરેલી RTIનો સંતોષકારક જવાબ ન મળતાં કૉંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ નિયામક સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત નિરાશાજનક રહી હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે. લલિત વસોયા, લલિત કગથરા, વીરજી ઠુમ્મર સહિત ચાર ધારાસભ્યો અને નેતાઓનું ડેલિગેશન કૃષિ નિયામકને રજૂઆત કરવા માટે કૃષિભવન પહોંચ્યું હતું. આ પણ વાંચો: […]

પાક વીમાં અંગે કોંગ્રેસનો નવતર વિરોધ: સરકાર સામેના આક્ષેપો ગાડી પર લખ્યા, સમગ્ર રાજ્યમાં આ ગાડી ફેરવીને કરાશે વિરોધ પ્રદર્શન

Follow us on

પાકવીમાને લઈ ખેડૂતો આક્રમક બન્યા છે,, તેવામાં પાકવીમા અંગે કરેલી RTIનો સંતોષકારક જવાબ ન મળતાં કૉંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ નિયામક સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત નિરાશાજનક રહી હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે. લલિત વસોયા, લલિત કગથરા, વીરજી ઠુમ્મર સહિત ચાર ધારાસભ્યો અને નેતાઓનું ડેલિગેશન કૃષિ નિયામકને રજૂઆત કરવા માટે કૃષિભવન પહોંચ્યું હતું.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં આજથી પોલીસ ચેકપોસ્ટ બંધ, ફાયદો કે નુકસાન ?

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

જ્યાં કૃષિ નિયામકે તેમને સંતોષકારજ જવાબો ન આપ્યાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે વીમા કંપનીઓને બચાવવા સરકાર પાકવીમાના આંકડા છૂપાવી રહી છે. સરકારી દબાણના કારણે આંકડાકીય માહિતી મળતી નથી. કૉંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તો બીજીતરફ પાકવીમાના આંકડા અંગે મળેલા સરકારના જવાબને લઈ કૉંગ્રેસ નવતર વિરોધ કરશે. આખા રાજ્યમાં સરકાર વિરોધી લખાણ વાળી ગાડી ફેરવીને કૉંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે 2018માં ખેડૂત અગ્રણીઓએ માહિતી અધિકાર હેઠળ પાકવીમાની આંકડાકીય માહિતી માગવામાં આવી હતી. જેના જવાબમાં કૃષિવિભાગના અધિકારીએ વિવિધ કલમો હેઠળ સુરક્ષા જોખમાવાનું કારણ આપીને માહિતી નહોતી આપી. અધિકારીના જવાબમાં લખ્યું હતું કે દેશની અખંડિતતા જોખમાશે.. દેશનું સાર્વભૌમત્વ જોખમાશે, દેશની સલામતી જોખમાશે, દેશનું આર્થિક હિત જોખમાશે, વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધ બગડશે, વીમા કંપનીને નુક્સાન થશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અધિકારીનો જવાબ મળ્યા બાદ કૉંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે RTI હેઠળ માગેલી માહિતીનો જવાબ ન આપીને સરકાર આંકડા છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે. કૉંગ્રેસનું કહેવું છે કે દેશનું આર્થિક હિત જોખમાવાની શક્યતા વ્યક્ત કરીને સરકારે આંકડા આપવાનો ઈન્કાર કર્યો છે. સરકારી અધિકારી તરફથી જે જવાબો મળ્યા હતા તે જવાબો કૉંગ્રેસે જુદી જુદી બે ગાડીઓ પર લખ્યા છે. સાથે જ સરકારની નીતિઓ સામેના આક્ષેપો પણ ગાડી ઉપર લખ્યા છે. આ ગાડીઓ કૉંગ્રેસ આખા રાજ્યમાં ફેરવીને વિરોધ પ્રદર્શન કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article