અમદાવાદ- મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે, ત્યારે ગઇકાલે રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની તો થઇ નથી. જો કે ક્રેન પડવાને કારણે ત્યાંથી જ પસાર થતી રેલવે લાઇનને અસર થઈ છે. જેમાં અપ લાઇન ચાલુ છે અને ડાઉન લાઇનમાં અસર થઈ છે. અમદાવાદ અપડેટ રેલ્વે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ક્રેન પડવાને કારણે ત્યાંથી જ પસાર થતી રેલવે લાઇનને અસર થઈ, જેમાં અપ લાઇન ચાલુ છે અને ડાઉન લાઇનમાં અસર થઈ છે. જેને કારણે ૪ ટ્રેન કેન્સલ કરવી પડી છે, તેમજ અન્ય ટ્રેનોને રિશિડ્યુલ કરવી પડી. ક્રેન પડી જવાને કારણે હાઈટેન્શન લાઇન તૂટી જતા રેલવે વિભાગ દ્વારા વડોદરા અને કાંકરિયાથી ART (એક્સિડન્ટ રિસ્પોન્સ ટીમ) દ્વારા તાત્કાલિક અસરથી રિસ્ટોરેશન પ્રક્રિયા શરૂ કરાઈ. વહેલામાં વહેલી તકે રેલવે યાતાયાત શરૂ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ, જે પછી રેલવે વિભાગ હાઈ ટેન્શન લાઇન ઉપર કામગીરી કરીને ડાઉન લાઇન પૂર્વવત કરવાની દિશામાં કામ શરૂ કરશે.
અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલની કામગીરી સમયે દુર્ઘટનામાં સેગમેન્ટ લોન્ચિંગ બાદ ક્રેન રેલ લાઇન પર પડવાને કારણે અનેક ટ્રેનો રદ થઇ છે. દુર્ઘટનાને પગલે 25 ટ્રેન કેન્સલ, 7 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી. અમદાવાદ – વટવા મેમુ બારેજડી ટ્રેન આંશિક રદ થઇ છે. અમદાવાદ-બોરીવલી ટ્રેન 19418 રદ થઇ. વટવા – વડોદરા મેમુ રદ થઇ. અનેક ટ્રેનો સમય કરતા મોડી ચાલશે. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ રેલ 5 વાગ્યાની જગ્યાએ 9 વાગ્યે ઉપડશે. અમદાવાદ મુંબઈ ડબલ ડેકર ટ્રેન 12932 રદ થઇ છે. અમદાવાદ એકતાનગર સંપૂર્ણપણે રદ થઇ છે.
અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન નં. 12933/12934 સંપૂર્ણપણે રદ કરવામાં આવી.
સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. અલબત્ 2 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. જેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ રેલવેની અપ સાઈડના રૂટની ટ્રેન યથાવત છે. પરંતુ, ડાઉન સાઈડના રૂટ પર રેલવે વ્યવહાર ખોરવાયો છે. દુર્ઘટના બાદ ટ્રેન પરથી પસાર થતો વીજળીનો હાઈ વોલ્ટેજ પાવર પણ બંધ કરી દેવાયો હતો. સમગ્ર મામલે ઝીણવટભરી તપાસની ખાતરી અપાઈ છે. આખરે દુર્ઘટના સર્જાઈ કેવી રીતે ? અને તેની પાછળ કોની જવાબદારી છે.. તે અંગે પણ તપાસ હાથ ધરાશે.
Published On - 8:15 am, Mon, 24 March 25