Coronavirus : કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુરતથી રાહતના સમાચાર, રિકવરી રેટ થયો 94 ટકા

|

May 20, 2021 | 4:43 PM

કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. અને કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

Coronavirus : કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુરતથી રાહતના સમાચાર, રિકવરી રેટ થયો 94 ટકા
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે અને કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ આ તમામ વચ્ચે સુરતથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસ ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે  સુરતમાં કોરોના કેસ સતત ઘટી રહ્યાં છે. રિકવરી રેટમાં પણ વધારો થયો છે. છેલ્લે જાન્યુઆરીમાં રિકવરી રેટ 94 ટકા હતો. જે ચાર મહિના પછી આજે ફરીથી 94 ટકા થયો હોવાનું પાલિકાના અધિકારીઓનું કહેવું છે. કોરોનાની બીજી લહેરમાં 25 એપ્રિલે રિકવરી રેટ 77.4 ટકા થઈ ગયો હતો.

બીજી તરફ સુરત મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે 50 ટકા બેડ રિઝર્વ માટે કરાર કર્યા હતા એ બંધ કરી દીધા છે. પાલિકાએ 94 હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા હતા. જે ઘટાડીને પછી 34 કરી દીધા હતા અને હવે તમામ હોસ્પિટલો સાથે એમઓયુ બંધ કર્યા છે. ઉપરાંત સંજીવીની રથ 212 થી ઘટાડી 149 કર્યા છે. સેવા સંસ્થા સાથે સંકળાયેલા 11 આઈસોલેશન સેન્ટરમાંથી 7 સેન્ટર છેલ્લા 5 દિવસમાં બંધ કરી દીધા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5246 નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ 9001 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના કારણે રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટ 86.78 ટકા થયો છે. ખાસ કરીને રાજયમાં હાલ એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો કુલ 92,617 એક્ટિવ કેસ છે. અલગ અલગ શહેરોામાં નોંધાયેલા  કોરોનાના કેસના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 1324 કેસ ,વડોદરમાં 541 કેસ , સુરતમાં 400 કેસ , રાજકોટમાં 307 જામનગરમાં 213 કેસ નોંધાયા છે.

Published On - 12:20 pm, Thu, 20 May 21

Next Article