Breaking News: અમદાવાદના નારોલમાં વીજકરંટથી દંપતીનું મોત, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર

અમદાવાદમાં વધુ એક દુર્ઘટના બની છે. અમદાવાદના નારોલમાં વીજકરંટથી દંપતીનું મોત નિપજ્યું છે. રાત્રે સ્કૂટર પરથી પાણીમાં પસાર થતા કરંટ લાગ્યો છે. 3 ફૂટ સુધી ભરાયેલા પાણીમાં પસાર થતા દુર્ઘટના સામે આવી છે.

Breaking News: અમદાવાદના નારોલમાં વીજકરંટથી દંપતીનું મોત, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર
Ahmedabad
| Edited By: | Updated on: Sep 09, 2025 | 2:17 PM

અમદાવાદમાં વધુ એક દુર્ઘટના બની છે. અમદાવાદના નારોલમાં વીજકરંટથી દંપતીનું મોત નિપજ્યું છે. રાત્રે સ્કૂટર પરથી પાણીમાં પસાર થતા કરંટ લાગ્યો છે. 3 ફૂટ સુધી ભરાયેલા પાણીમાં પસાર થતા દુર્ઘટના સામે આવી છે. સ્કૂટર ખાડામાં ખાબક્તા દંપતી નીચે પડ્યા હતા. ત્યારબાદ વીજ કરંટ લાગતા દંપતી નીચે પટકાયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ નારોલ પોલીસને થતા તેમને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃતકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.મૃતકોના પરિવારજનોએ લાંભા વોર્ડની ઓફિસ પર ધરણાં ધર્યા છે.

 

મૃતક દંપતીના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પોતાના પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી રાજન સિંઘલ પોતાની પત્ની સાથે હોસ્પિટલથી ટિફિન આપીને પરત ફરતા હતા, ત્યારે નારોલમાં મટન ગલીમાં વીજ કરંટ લગતા બન્ને પટકાયા હતા. મૃતકના સંબંધીઓએ ટોરેન્ટ પવાર અને મનપાના તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ કર્યા છે. પાણી ભરાયેલી જગ્યા પર ખાડો ખોદ્યો હતો અને વીજપોલમાં પડી ગયો હોવા છતાં વીજ સપ્લાઈ ચાલુ હોવાનો આરોપ છે.

દુર્ઘટના બાદ વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જો કેવી રીતે દુર્ઘટના થઈ તે અંગે વીજ કંપનીના કર્મચારીઓએ કંઈ પણ કહ્યું નથી.

તો બીજી તરફ કોંગ્રેસના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વીજ કંપનીના કર્મચારીઓની કામગીરી અટકાવી છે. કોંગ્રેસનો આરોપ છે કે વીજ કંપનીએ ઘટનાસ્થળે કામગીરી કરીને ક્રાઈમ સીન સાથે છેડછાડ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો