Coronavirus Update: સુરતમાં વેક્સિનેશન સેન્ટર પર લોકોના ઉત્સાહ સામે પાલિકાનો પનો ટૂંકો પડે છે

|

May 10, 2021 | 5:56 PM

કોરોના સામે રક્ષણ મેળવવા વેકસિનને સચોટ ઉપાય ગણાવીને સરકાર લોકોને વેક્સિનેશનનો મહત્તમ લાભ લેવા અપીલ કરી રહી છે તો બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા લોકો સુધી વેક્સિન પહોંચાડવામાં ઉણપ રહી ગઈ હોવાની અસંખ્ય ફરિયાદો સામે આવી રહી છે.

Coronavirus Update: સુરતમાં વેક્સિનેશન સેન્ટર પર લોકોના ઉત્સાહ સામે પાલિકાનો પનો ટૂંકો પડે છે
સુરતમાં રસીકરણ કેન્દ્ર પર એકઠા થયા લોકો

Follow us on

Coronavirus Update: કોરોના સામે રક્ષણ મેળવવા વેકસિનને સચોટ ઉપાય ગણાવીને સરકાર લોકોને વેક્સિનેશનનો મહત્તમ લાભ લેવા અપીલ કરી રહી છે તો બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા લોકો સુધી વેક્સિન પહોંચાડવામાં ઉણપ રહી ગઈ હોવાની અસંખ્ય ફરિયાદો સામે આવી રહી છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સુરતમાં રસીકરણનો લાભ લેવા લોકો ઉત્સાહ બતાવી રહ્યા છે પણ તેની સામે પાલિકાનો પનો ટૂંકો પડી રહ્યો છે. વેક્સિનેશન સેન્ટરો પર અવ્યવસ્થાનો માહોલ આજે પણ દેખાઈ રહ્યો છે. અવ્યવસ્થા ન સર્જાય તે માટે પાલિકાએ SMS કરીને લોકોને રસીકરણ કેન્દ્ર પર બોલાવવાની શરૂઆત કરી હતી.

 

 

પરંતુ આજે અડાજણ ઈશીતા પાર્ક ખાતે અસંખ્ય લોકોને મેસેજ પહોંચી જતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જોકે તેની સામે માત્ર 80 જ ડોઝ હોવાથી લોકોને ભારે અટવાવાનો વારો આવ્યો હતો. સિનિયર સિટીઝનને પણ લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડતા ભારે હાલાકી સર્જાઈ હતી.

 

 

લોકોએ વેક્સિનેશન સેન્ટર પર હાજર અધિકારીઓ અને સ્ટાફ સામે આક્રોશ ઠાલવ્યો હતો. ફરિયાદ એ પણ હતી કે વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે સ્લોટ પણ મળી રહ્યા નથી અને વેક્સિન માટે જ્યારે પહોંચે છે, ત્યારે વેક્સિનનો જથ્થો ખૂટી પડે છે. આથી સરકાર અને સ્થાનિક પ્રશાસને આ બાબતે યોગ્ય નિકાલ લાવી વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર છે.

 

આ પણ વાંચો: Coronavirus Update: ભાવનગરની 108ની બિરદાવારુપ કાર્યવાહી, સંકટ સમયમાં પણ હૉસ્પિટલ બહાર ન લાગી ભીડ

Next Article