Coronavirus Update : જીટીયુના સ્વયંસેવકો કોરોનાથી સાજા થયેલ દર્દીઓ પાસેથી દવા એકત્ર કરી જરુરિયાતમંદ લોકોને આપશે

|

May 16, 2021 | 3:51 PM

કોરોનાથી સાજા થયેલા ઘણા દર્દીઓ પાસે કોરોનાની દવાઓ ઉપયોગ થયો નથી અને તે પડી રહી છે. આ દવાઓનો ઉપયોગ અન્ય લોકો કરી શકે તે માટે તે માટે જીટીયુના 10 હજાર સ્વયંસેવક દવા એકત્ર કરી જરુરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્ય પહોંચાડશે.

Coronavirus Update : જીટીયુના સ્વયંસેવકો કોરોનાથી સાજા થયેલ દર્દીઓ પાસેથી દવા એકત્ર કરી જરુરિયાતમંદ લોકોને આપશે
GTU

Follow us on

Coronavirus Update : કોરોના મહામારી દરમિયાન ઘણાં કોરોના દર્દીઓને જરુરી દવાઓ મળતી નથી જેને લઇને અનેક વખત ફરિયાદ ઉઠી છે. આ વચ્ચે કોરોનાથી સાજા થયેલા ઘણા દર્દીઓ પાસે કોરોનાની દવાઓ ઉપયોગ થયો નથી અને તે પડી રહી છે. આ દવાઓનો ઉપયોગ અન્ય લોકો કરી શકે તે માટે તે માટે જીટીયુના (ગુજરાત ટેક્નોલીજકલ યુનિવર્સિટી) 10 હજાર સ્વયંસેવક કોરોનાથી સાજા થઇ ગયેલા દર્દીઓના ઘરે જઇને દવા એકત્ર કરી જરુરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્ય પહોંચાડશે.

કોરોના મહામારી દરમિયાન જીટીયુ દ્વારા અનેક રીતે મદદ કરવામાં આવી રહી છે. અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા લોકોને મદદ કરવામાં આવી રહી છે. ત્યારે હવે જીટીયુ પોતોના સ્વંયસેવકોને દ્વારા હવે જરુરિયામંદ લોકો સુધી દવા પહોંચાડવાનુ કામ કરશે. આપને જણાવી દઇએ કે આ સમગ્ર પ્રોજેકટનું કો-ઓર્ડિનેશન એનએસએસના અશ્વિન દાફડા કરશે. જીટીયુ દ્વારા તમામ જિલ્લાઓની ટીમ દ્વારા કાર્ય શરુ કરાશે. જેનો લાભ વધુને વધુ મળશે.

આપને જણાવી દઇએ કે જીટીયુ પ્રમાણે દવાઓનું કલેકશન કરનારા વિધાર્થીઓની સેફ્ટીનું પુરતુ ધ્યાન રાખવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવશે. આ સિવાય દવાઓને અન્ય લોકો સુધી પહોંચાડતા પહેલા પણ સેનેટાઇઝ કરવાની સૂચના જીટીયુએ આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આપને જણાવી દઇએ કે જીટીયુ દ્વારા રેમેડિસિવર ઇન્જેકશન માટેનું રિસર્ચ શરુ કરાયું છે. જે અંતર્ગત ઇન્જેક્શનની આડઅસર અને તેમાં રહેલા તત્વો પર રિસર્ચ કરવામાં આવશે. આ સિવાય ઇન્જેક્શનથી લાંબાગાળે શરીરમાં થતી અસર વિશે તપાસાશે.

Next Article