Corona Vaccine: કોરોનાની રસી બચાવે છે તમારી જાન, ભરૂચનાં આ આંકડા તમારી આંખો ખોલી નાખશે

|

May 04, 2021 | 2:54 PM

વેક્સીન કોરોના સામે મજબૂત કવચ હોવાના સરકાર સહીત વેક્સીન નિર્માતાઓ દાવા કરી રહ્યા છે તો સામે કેટલાક લોકો પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે.

Corona Vaccine: કોરોનાની રસી બચાવે છે તમારી જાન, ભરૂચનાં આ આંકડા તમારી આંખો ખોલી નાખશે
કોરોના વેક્સીન લેનારાઓને કોરોના સંક્રમણ બાદ મૃત્યુનું જોખમ નહિવત બને છે

Follow us on

વેક્સીન કોરોના સામે મજબૂત કવચ હોવાના સરકાર સહીત વેક્સીન નિર્માતાઓ દાવા કરી રહ્યા છે તો સામે કેટલાક લોકો પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે. આ તમામ વચ્ચે વેક્સીન અસરદાર હોવાના સબળ પુરાવા મળ્યા છે. ભરૂચ કોવીડ સ્મશાને કરેલા એક સર્વેક્ષણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.

કોરોના વેક્સીનની અસરકારકતા મૃત્યુનું જોખમ  ઘટાડે છે અને સંક્રમણની ગંભીર અસરને નહિવત બનાવે છે. હજુ ઘણા લોકોએ એવા છે જે વેક્સીન લેતા હિચકિચાટ અનુભવે છે. આ લોકોનો ડર કે ગેરસમજ ભરૂચ કોવીડ સ્મશાને જાહેર કરેલા માહિતી દૂર કરી દેશે. ભરૂચ સ્થિત સ્પેશિયલ કોવીડ સ્મશનના સંચાલક ધર્મેશ સોલંકીએ કોરોના સ્મશાનની શરૂઆતથી આજદિનસુધી જેટલા પણ મૃતદેહની અંતિમક્રિયા કરાઈ છે તે દર્દીઓને લગતી માહિતીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે.

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે કોરોનના બીજા સ્ટ્રેઇનની ગંભીર અસરો દેખાવા માંડી હતી. ગુજરાતમાં કોરોનના આ અજગરી ભરડામાં ભરૂચ પણ બાકાત રહ્યું ન હતું અને રોજના સર્રેરાશ 4-5 મોતના આંકડાઓ ૩૦ એપ્રિલે મહત્તમ 58 સુધી પહોંચી ગયા અને હાલત એ બન્યા કે સ્મશાનને ત્રણ ગણું મોટું બનાવવાની ફરજ પડી છે.

આજનું રાશિફળ તારીખ : 06-12-2024
Winter Cough Remedy : શિયાળામાં થતા કફનો રામબાણ ઈલાજ, જુઓ Video
Vastu Tips: તુલસી પાસે રાખો આ વસ્તુઓ, ક્યારેય નહીં થાય ધનની અછત!
કુંવારાને નથી મળતી LICની આ ફાયદાની પોલિસી, જાણો કેમ?
ગુજરાતમાં ખેતી કર્યા વગર બાજરીમાંથી કમાણી કરવાની મોટી તક, જાણો
મોબાઈલમાં વધુ પડતી રીલ્સ જોવાથી થાય છે આ રોગ ! જાણી લો નામ

ભરૂચ કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર તેમને સ્મશાનમાં અત્યારસુધીમાં લગભગ 877 જેટલા મૃતકોની અંતિમક્રિયા કરી છે. સેકન્ડ સ્ટ્રેઇનના મૃતકોના ડેટાબેઝમાં ધર્મેશે વેક્સિનની એક કોલમ ઉમેરી હતી. ૩૦ એપ્રિલ સુધીના ડેટા એકત્રિત કરી જયારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃત્યુ પામેલા 877 મૃતકોમાં માત્ર ૧૦ લોકો એવા હતા જેમણે બે વેક્સીન લીધી હતી. જો ટકાવારી જોવામાં આવે તો આ આંકડો 98.85 ટકા જેટલો થાય છે. એટલે એમ કહી શકાય કે મૃતકો પૈકી માત્ર 1.14 લોકોએ પોતાના વેક્સિનના બે ડોઝ પુરા કર્યા હતા જોકે ઇમ્યુનીટી બનવા માટે જરૂરી બીજી વેક્સીન પછ ૧૪ દિવસનો સમયગાળો પૂરો થયો હતો કે નહિ તેની કોઈ માહિતી સામે આવી નથી.

જાણીતા તબીબ ડો. દિવ્યેશ ભગતે જણાવ્યું હતું કે આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય વેક્સીન કેટલી અસરદાર છે. વેક્સિનના બે ડોઝ લીધા બાદ બે સપ્તાહ કે તેથી વધુ સમય પસાર થયા બાદ વ્યક્તિને કોરોના સંક્રમણ લાગ્યાના કિસ્સા છે પરંતુ તે ગંભીર સ્તરે પહોંચ્યા હોવાનું નહિવત છે. વેક્સીન મૃત્યુનું જોખમ ઘટાડી નાખે છે. દરેકે વેક્સીન લઇ સુરક્ષિત થવું જોઈએ.

કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે માત્ર ૧૦ લોકોએ જ વેક્સિનના ડોઝ લીધા છે મહત્તમ લોકોએ વેક્સીન લીધી નથી જેઓ મૃત્યુ પામ્યા છે. 24 કલાકમાં 50 થી વધુ મૃતદેહ અંતિમક્રિયા માટે લવાયા છે ત્યારે કલ્પાંતના દ્રશ્યો આખો ભીંજવી નાખતા હતા

Published On - 8:36 am, Tue, 4 May 21

Next Article