શિયાળામાં મોટાભાગના લોકો મૂળાની વિવિધ વાનગીઓ બનાવીને ખાતા હોય છે.
મૂળામાં વિટામીન સી, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ સહિત ઘણા પોષક તત્વો છે.
વજન ઘટાડવા માગતા હોય તેવા લોકોને પણ મૂળાનું સેવન કરવુ હિતાવહ છે.
નિયમિત ઉચિત માત્રમાં મૂળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
લીવર અને કીડનીના સ્વાસ્થ્ય માટે પણ મૂળાનું સેવન ફાયદાકારક છે.
મૂળા એન્ટીઑકિસડન્ટ અને પાણીથી ભરપૂર હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
શિયાળામાં મૂળા ખાવાથી પાચનમાં સુધારો થાય છે.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)