અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન ( AHNA)ના જણાવ્યા મુજબ આગામી 30 દિવસમાં કોરોના (Corona) આપણી ચિંતા વધારશે. AHNAએ કોરોનાથી સાવધાન રહેવા લોકોને અપીલ (Appeal) કરી છે. આ સાથે જ રાજકીય મેળાવડા, ધાર્મિક-સામાજિક કાર્યક્રમો ટાળવા માટે પણ કહેવાયુ છે. AHNA દ્વારા લોકોને સ્વૈચ્છિક સાવચેતી રાખવા જણાવ્યુ છે.
કોરોના અને ઓમિક્રોનના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં ચિંતાનો માહોલ બની રહ્યો છે ત્યારે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન ( AHNA) દ્વારા આગામી દિવસમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી તેવી ચિંતા વ્યક્ત કરાઇ છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ સતત વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરીને ચેતવણી આપી છે કે આગામી 30 દિવસમાં વધુ ચિંતાજનક સ્થિતિ જોવા મળી શકે છે. તેથી તેમણે રાજકીય મેળાવડા, ધાર્મિક-સામાજિક કાર્યક્રમો ટાળવા અપીલ કરી છે. તેમણે જણાવ્યુ કે સામાન્ય જનતાએ જ સ્વૈચ્છિક રીતે સમજીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું જોઇએ.
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ અમદાવાદમાં ફ્લાવર શો, વાયબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમોના આયોજન અંગે જણાવતા કહ્યુ કે બને ત્યાં સુધી આવા કાર્યક્રમોમાં ભીડ ભાડ કરવી નહીં, જરુર જણાય તો જ આવા સ્થળોની મુલાકાત લેવી, બને ત્યાં સુધી ભીડ વાળા સ્થળોએ જવાનું ટાળવુ. લોકોએ સ્વૈચ્છીક રીતે જ સાવચેતી રાખવાની જરુર છે.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. 31 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 654 કેસો નોંધાયા હતા, તો 1 જાન્યુઆરીએ 1069 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 559 એટલે કે નવા કેસના 55 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 3927 પર પહોચ્યો છે.
આ પણ વાંચો: લો બોલો! વધતા જતા કોરોના વચ્ચે અમદાવાદમાં આ થીમ પર યોજાશે ફ્લાવર શો, કરોડોનો કર્યો છે ખર્ચ, જાણો વધુ
આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ બાદ માસ્ક ન પહેરનાર સામે AMC ની લાલ આંખ, આટલા લોકો પાસેથી ઉઘરાવ્યો લાખોનો દંડ