કોરોનાનો ફફડાટ: ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓને સન્માન સમારોહ ન યોજવા આપી સુચના

|

Mar 19, 2021 | 10:33 PM

ગુજરાતમાં વધી રહેલા Coronaના કેસના પગલે  ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવનિયુક્ત પદાધિકારીઓનો પદગ્રહણ વખતે ભીડ ન કરવા અને સન્માન સમારોહ સહિતના સમારોહ યોજવા નહીં.

કોરોનાનો ફફડાટ: ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓને સન્માન સમારોહ ન યોજવા આપી સુચના
CR Patil (File Photo)

Follow us on

ગુજરાતમાં વધી રહેલા Coronaના કેસના પગલે  ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવનિયુક્ત પદાધિકારીઓનો પદગ્રહણ વખતે ભીડ ન કરવા અને સન્માન સમારોહ સહિતના સમારોહ યોજવા નહીં. તેમજ કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનને અનુસરવા જણાવ્યું છે. તેમજ જરૂર પડે કાર્યકરોએ લોકોને વેકસિનેશન અપાવવામાં મદદ કરવા પણ હાકલ કરી છે.

 

ગુજરાતમાં Coronaનો રાફડો ફાટ્યો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાતમાં Coronaનો રાફડો ફાટ્યો છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધીને 1400ને પાર કરી ગયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 1,415 કેસ નોંધાયા છે. જ્યારે ચાર લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6,147એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 948 દર્દીઓ રિકવર થયા છે. ગુજરાતમાં આજે સામે આવેલા કોરોના આંકડા મુજબ અમદાવાદ 335, સુરત 349, વડોદરા 127, રાજકોટ 115, ભાવનગર 32, જામનગર 30,સુરેન્દ્રનગરમાં 4 કેસ નોંધાયા છે.

 

સરકાર દ્વારા આજે હાઈ લેવલ મિટિંગ

ગુજરાતમાં Coronaના કહેર વધતા સરકાર દ્વારા આજે હાઈ લેવલ મિટિંગ કરવામાં આવી હતી. જેમાં કોરોનાને અટકાવવા માટે રાજ્યમાં રસીકરણ ઝડપથી થાય અને સંક્રમણને અટકે તે માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોરોના બેકાબુ થતાં સરકાર હજી પણ કેટલાક મોટા પ્રતિબંધ લગાવી શકે છે.

 

સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય

આ ઉપરાંત Coronaના એપીસેન્ટર બનેલા સુરતમાં હવે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સોસાયટી-ફ્લેટમાં 3 કેસ આવશે તો તેને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવશે. આ નિર્ણય નવા કેસો ઉપર અંકુશ મેળવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ આ કન્ટેન્ટમેનનું પ્લાન નહીં કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

 

સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ આજથી અમલી

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે કોરોના એપીસેન્ટર સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજ રાતથી વધારી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9થી સવારના 6 વાગે સુધી રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં સપ્તાહના અંતમાં શનિ અને રવિવારના રોજ મોલ તથા સિનેમા ઘરોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

અમદાવાદમાં સુપર સ્પ્રેડરનો ફરી કોરોના ટેસ્ટ કરાશે

આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનને આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. આ નિર્ણય વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 15 સ્થળોએ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: કોરોનાની દહેશત: અમદાવાદ શહેરમાં હવે સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ કરાશે

Next Article